મોરબી જિલ્લામાં આજે નવા ૨૫૪ જેટલા કેસ નોંધાયા હતા જેમાં મોરબી શહેરી વિસ્તારમાં ૧૧૫, મોરબી ગ્રામ્ય વિસ્તારમાં ૭૬, વાંકાનેર શહેર વિસ્તારમાં ૦૮, વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં ૧૪ ,હળવદ શહેરી વિસ્તારમાં ૦૨, હળવદ ગ્રામ્ય વિસ્તારમાં ૧૧ ,ટંકારા ગ્રામ્ય વિસ્તારમાં ૨૧ અને માળીયા ગ્રામ્ય વિસ્તારમાં ૦૭ કેસ નોંધાયા હતા.
વધુમાં આજે રાહતના સમાચાર સ્વરૂપે મોરબી જિલ્લામાં અત્યાર સુધીના સ્વસ્થ થયેલા દર્દીઓ નો સૌથી વધુ આંકડો કહી શકાય જેમાં ૩૧૮ જેટલા દર્દીઓ સ્વસ્થ થયા હતા જેમાં મોરબીમાંથી ૨૫૨,વાંકાનેરમાં થી ૨૬, હળવદમાં થી ૦૮, ટંકારામાં થી ૨૬, અને માળિયામાંથી ૦૬ દિવસ થયા હતા જેથી હવે મોરબી જિલ્લામાં કુલ એક્ટિવ કેસનો આંકડો ૧૭૧૭ થયો છે