Tuesday, March 17, 2026
HomeGujaratહળવદના કવાડિયા ગામે ઘરમાંથી ઈંગ્લીશ દારૂની ૨૬ બોટલ ઝડપાઇ, આરોપી પિતા-પુત્ર ફરાર

હળવદના કવાડિયા ગામે ઘરમાંથી ઈંગ્લીશ દારૂની ૨૬ બોટલ ઝડપાઇ, આરોપી પિતા-પુત્ર ફરાર

હળવદ પોલીસ ટીમને બાતમી મળેલ કે, કવાડિયા ગામે વનરાજ શિહોરા અને કરણ શિહોરા બંને પિતા-પુત્ર સાથે મળીને પોતાના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ કરે છે, જેથી તુરંત ઉપરોક્ત સ્થળે હળવદ પોલીસ ટીમ દ્વારા રેઇડ કરતા, ઘરમાંથી અલગ અલગ બ્રાન્ડની ૧૮૦મીલી.ની ૨૬ બોટલ કિ.રૂ.૨,૬૦૦/-મળી આવી હતી. રેઇડ દરમિયાન આરોપી વનરાજભાઈ શિહોરા તથા કરણભાઈ વનરાજભાઈ શિહોરા હાજર નહિ મળી આવતા બન્નેને ફરાર દર્શાવી તેમની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!