Tuesday, September 29, 2026
HomeGujaratમાળીયા(મી)ના બગસરા નજીક પવનચક્કીનું તાળું તોડી ૨૬૦ મીટર કોપર વાયરની ચોરી

માળીયા(મી)ના બગસરા નજીક પવનચક્કીનું તાળું તોડી ૨૬૦ મીટર કોપર વાયરની ચોરી

બગસરા ગામની સીમમાં આવેલી સુઝલોન કંપનીની પવનચક્કીમાં તસ્કરો તાળું તોડી આશરે ૨૬૦ મીટર કોપર કેબલ વાયર કિ.રૂ.૭૮,૦૦૦/- કાપીને ચોરી કરી લઈ જતા માળીયા(મી) પોલીસ મથકમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) તાલુકાના બગસરા ગામની ખુલ્લી સીમમાં ટોક વિસ્તારમાં આવેલી સુઝલોન કંપનીની પવનચક્કી નં. વીએમ-૩૬માં તા.૨૩ સપ્ટેમ્બરની રાત્રે ૧૧ વાગ્યાથી તા.૨૪ સપ્ટેમ્બરના વહેલી સવારે ૪:૩૦ વાગ્યા વચ્ચે અજાણ્યા તસ્કરે પવનચક્કીના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી પવનચક્કીમાં લગાવેલા ૨૪૦ સ્ક્વેર એમએમ.ના ઇલેક્ટ્રિક કોપર કેબલ આશરે ૨૬૦ મીટર કાપી ચોરી કરી ગયા હતા, જેની અંદાજિત કિંમત રૂ.૭૮,૦૦૦/- હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ચોરીના બનાવની જાણ થતા સિક્યુરિટી સુપરવાઇઝર નરેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુભાઈ મેઘુભા પરમાર ઉવ.૪૫ રહે. વવાણીયા તા.માળીયા(મી) વાળાએ સિક્યુરિટી ઇન્ચાર્જ તથા કંપનીના એન્જિનિયરને જાણ કરી હતી. જે બાદ નરેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુભાઈ પરમારની ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસે આરોપી અજાણ્યા તસ્કર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩(૨) હેઠળ ફરિયાદ નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!