Sunday, January 12, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં આજથી ત્રણ દિવસ સુધી એસટી બસના ૨૭ રૂટ કેન્સલ :જાણો...

મોરબી જિલ્લામાં આજથી ત્રણ દિવસ સુધી એસટી બસના ૨૭ રૂટ કેન્સલ :જાણો કયા કયા રૂટ કેન્સલ કરવામાં આવ્યા

વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે PM મોદી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 3 દિવસ દરમિયાન તેઓ સભાઓ ગજવીને ઝંઝાવાતી પ્રચાર કરશે. સાથે સાથે કરોડોના વિકાસકાર્યોની ભેટ પણ આપશે. ત્યારે વડાપ્રધાનના ગુજરાત પ્રવાસનાં કારણે વિવિધ રૂટની કુલ 27 બસો રદ્દ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વડાપ્રધાન મોદીનાં કાર્યક્રમોને લઈ વિવિધ રૂટની બસો રદ્દ કરવામાં આવી છે. જેમાં સજનપર-રાજકોટ-માળીયા, ચકમપર-રાજકોટ-ચમનપર, રામનગર-રાજકોટ-ભાવપર, નાનીવાવડી-જામનગર-હળવદ, રફાળેશ્વર-રાજકોટ- જાજાસર, બોડકી-સરવડ(વવા)-કુંતાસી, નેસડા- ભાવપર-સુલતાનપુર(હા), તરઘરી- જાજસર- વેણાસર(હરીપર), વૈણાસર(હ)-ખેવારીયા-ધુળકોટ(ધ્રા), ખેતરડી- વવાણીયા- રાસંગપર, પડધરી-ભાવપર-ગજડી, બંગવડી-બાલા- જીકીયારી, સોખડા-માળિયા-સોખડા, માળિયા-રાજકોટ, ચમનપર-રાજકોટ, ભાવપર-રાજકોટ, હળવદ-ધ્રાંગધ્રા, જાજાસર-રાજકોટ, કુંતાસી-રાજકોટ-હડમતીયા, સુલતાનપુર(હા)-રાજકોટ, વેણાસર(હરી)-કુંતાસી-નાનીબરાર, ધૂળકોટ(ઘા)-રાજકોટ, ફડસર-હરીપર(કે)-ઝુંઝીડા, રાસંગપર-મહેન્દ્રનગર-ધૂળકોટ-ભાવપર, ગજડી-રોમનગર-પીઠડ, જીકીયારી-વાધરવા-વાધરવા અને સોખડદ-સોખડા-નેસડા રૂટની બસ રદ્દ કરવામાં આવી છે. જેની નોંધ તમામ મુસાફરોને લેવા અને સહકાર આપવા સરકાર દ્વારા વિનંતી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!