Monday, December 23, 2024
HomeGujaratમોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં પાંચ સ્થળોએથી જુગાર રમતા ૨૮ ઝડપાયા

મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં પાંચ સ્થળોએથી જુગાર રમતા ૨૮ ઝડપાયા

મોરબી જિલ્લા પોલીસ દ્વારા મોરબી જીલ્લામાં શ્રાવણ માસ દરમ્યાન ગેર કાયદેસર રીતે ચાલતી પ્રોહિજુગારની પ્રવૃતિ અંકુશમાં લાવવા ખાસ ઝુમ્બેશનું આયોજન કરવામાં આવ્યું હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી જિલ્લા પોલીસે મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં પાંચ સ્થળોએ રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા કુલ ૨૮ પત્તાપ્રેમીઓને પકડી પડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબીનાં કાલીકા પ્લોટ શેરીનં.૧ માં એક શખ્સ જાહેરમાં વર્લી ફીચરના આકડા લખી નસીબ આધારીત જુગાર રમાડી રહ્યો છે. જે હકીકતનાં આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી વર્લીફીચરના આંકડા લખેલ બે ડાયરી સહિતનાં સાહિત્ય સાથે બશીરભાઇ સલીમભાઇ ચાનીયા (રહે.મોરબી કાલીકાપ્લોટ શેરીનં.૨ ઇન્ડીયાપાન વાળી શેરી)ની રોકડા રૂ.૨૦૫૦/-નાં મુદ્દામાલ સાથે અટકાયત કરી છે.

જયારે બીજા દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા બાતમીનાં આધારે સમર્પણ હોસ્પીટલ પાછળ ગીરીશભાઇ જીવરાજભાઇ ભોરણીયાના તુલશી-૧ ફ્લેટ નં.૩૦૪ના રહેણાંક મકાનમાં રેઈડ કરવામાં આવી હતી. અને સ્થળ પર જુગાર રમતા ગીરીશભાઇ જીવરાજભાઇ ભોરણીયા (રહે. ફ્લેટ નં.૩૦૪ તુલશી-૧ સમર્પણ હોસ્પીટલ પાછળ મોરબી-૨ મુળ ગામ ધુળકોટ તા.હળવદ જી.મોરબી), મુકેશભાઇ પ્રાગજીભાઇ ઠોરીયા (રહે.બગથળા તા.જી.મોરબી), યોગેશભાઇ ભીમજીભાઇ અમ્રુતીયા (રહે. સતનામ નગર કન્યા છાત્રાલય પાછળ મોરબી મુળગામ ખાનપર તા.જી.મોરબી), સાગરભાઇ મહેશભાઇ કનેરીયા (રહે. રામકો સોસાયટી ઘુંટુ તા.જી.મોરબી), મહેશભાઇ ધરમશીભાઇ કાંજીયા (રહે. સરદાર નગર ૨ કન્યા છાત્રાલય પાછળ મોરબી), કોમલબેન ગીરીશભાઇ ભોરણીયા (રહે. ફ્લેટ નં.૩૦૪ તુલશી-૧ સમર્પણ હોસ્પીટલ પાછળ મોરબી-૨ મુળ ગામ ધુળકોટ તા.હળવદ જી.મોરબી), શિલ્પાબેન હસમુખભાઇ ઉર્ફે જીજ્ઞેશભાઇ ઠોરીયા (રહે. કેસરી હાઇટસ ફ્લેટ નં.૨૦૨ સતનામ નગર મુનનગર ચોક પાસે મોરબી) તથા રીનાબેન મુકેશભાઇ ઠોરીયા (રહે. બગથળા તા.જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. તેમજ તેમની પાસેથી રોકડા રૂપીયા-૧,૧૬,૭૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

ત્રીજા દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા બાતમીનાં આધારે પીપળી ગામની શાંતિનગર, સોસાયટીમાં રેઈડ કરવામાં આવી હતી અને સ્થળ પર જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા લાલજીભાઇ નરોત્તમભાઇ સોનગ્રા (રહે. વિદ્યુતનગર સોસાયટી, તા.જી.મોરબી, મુળ રહે. વસ્તડી, તા.વઢવાણ, જી.સુરેન્દ્રનગર), પ્રદિપભાઇ અમૃતભાઇ મોરી (રહે. પીપળી, તા.જી.મોરબી, મુળ રહે. વેળાવદર, તા.વઢવાણ, જી.સુરેન્દ્રનગર), દેવાંગભાઇ જગદીશભાઇ લાંગણોજા (રહે. નવલખી રોડ, જલારામ પાર્ક, મોરબી-૦૨), હિંમતભાઇ લાલજીભાઇ સોલંકી (રહે. રણછોડનગર, નવલખી રોડ, મોરબી-૦૨, મુળ રહે. મોડપર, તા.જી.મોરબી), સંજયભાઇ પ્રેમજીભાઇ ટાંક (રહે. પીપળી, શાંતિનગર, તા.જી.મોરબી, મુળ રહે. વેળાવદર, તા.વઢવાણ, જી.સુરેન્દ્રનગર), ભરતભાઇ જવેરભાઇ મોરી (રહે. પીપળી, શાંતિનગર, તા.જી.મોરબી, મુળ રહે. વેળાવદર, તા.વઢવાણ, જી.સુરેન્દ્રનગર), ઉમેશભાઇ ભરતભાઇ પરમાર (રહે. મહેન્દ્રનગર, તા.જી.મોરબી, મુળ રહે. વઢવાણ, શિયાણીની પોળ, સતવારા પરા, તા.વઢવાણ, જી.સુરેનદ્રનગર) તથા ધવલકુમાર રમેશભાઇ જાકાસણીયા (રહે. મહેન્દ્રનગર, સોમનાથપાર્ક, તા.જી.મોરબી, મુળ રહે. જેતપર, તા.જી.મોરબી) નામના ઈસમોને પકડી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી રોકડા રૂ.૨૪,૩૦૦/-નો મુદ્દમાલ કબ્જે કરવામાં આવ્યો છે.

ચોથા દરોડામાં, મોરબી તાલુકા પોલીસે નવાગામ (લગધીરનગર), સિંધોઇ માતાજીના મંદિર પાસેથી છગનભાઇ જીવાભાઇ દેત્રોજા (રહે. નવાગામ (લગધીરનગર), તા.જી.મોરબી), વલ્લભભાઇ હિરજીભાઇ દેત્રોજા (રહે. નવગામ, (લગધીરનગર), તા.જી.મોરબી), અનુલાલ ગાંડુભાઇ અઘારા (રહે. નવગામ, (લગધીરનગર), તા.જી.મોરબી), મનુભાઇ નરભેરામભાઇ દારોદરા (રહે. નવાગામ, (લગધીરનગર), તા.જી.મોરબી), મનસુખભાઇ નરભેરામભાઇ દારોદરા (રહે. નવાગામ (લગધીરનગર), તા.જી.મોરબી), પ્રવિણભાઇ નાથાભાઇ જંજવાડીયા (રહે. નવાગામ (લગધીરનગર), તા.જી.મોરબી) તથા હેમુભાઇ મોહનભાઇ અઘારા (રહે. નવાગામ (લગધીરનગર), તા.જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૩૧,૦૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

પાંચમા દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા નાની વાવડી ગામ ભુમી ટાવરની બાજુમાં શિવ શક્તિ એપાર્ટમેન્ટના પાર્કીંગમાં રેઈડ કરવામાં આવી હતી. અને સ્થળ પરથી તીન પતીનો જુગાર રમતી હંસાબેન બટુકભાઇ વ્યાસ (રહે. નાની વાવડી ગામ દશામાંના મંદિરની સામે તા.જી.મોરબી), સોનલબેન સંજયભાઇ ધાનજા (રહે. નાની વાવડી ગામ દશામાંના મંદિરની સામે તા.જી.મોરબી), પ્રભાબેન રમેશભાઇ ફુલતરીયા (રહે. નાની વાવડી ગામ શિવ શક્તિ એપાર્ટમેન્ટ તા.જી.મોરબી) તથા ગૌરીબેન શાંતીલાલ ફુલતરીયા (રહે. નાની વાવડી ગામ દશામાંના મંદિરની સામે તા.જી.મોરબી) નામની મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી અને તેમની પાસેથી રોકડ રૂપીયા- ૬૦૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!