આજરોજ જિલ્લા માં કુલ ૧૧૯૭ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને નોંધાયેલા પોઝિટિવ કેસો માં મોરબી શહેરી વિસ્તારમાં ૧૧ કેસ, મોરબી ગ્રામ્ય વિસ્તારમાં ૦૯ કેસ , વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં ૦૪ કેસ ,ટંકારા ગ્રામ્ય વિસ્તારમાં ૦૪ કેશ અને માળીયા ગ્રામ્ય વિસ્તારમાં ૦૧ કેસ નોંધાયા હતા
જ્યારે મોરબી તાલુકા ના એક ૮૫ વર્ષીય વૃદ્ધ દર્દી નું મોત નીપજ્યું હતું અને કોરોના ની સાથે મૃતક દર્દી ને ડાયાબીટીસ અને પ્રોસ્ટેટ જેવી જૂની બીમારી પણ હતી પણ સાથે સાથે તેઓએ કોરોના ના વેકસીન ના બન્ને ડોઝ અને પ્રિકોશન ડોઝ પણ લીધેલ હતો.
જ્યારે જિલ્લામાં ૯૩ દર્દીઓ સ્વસ્થ થયા હતા જેમાં મોરબીમાંથી ૬૮,ટંકારામાંથી ૦૭,હળવદ માથી ૦૪,વાંકાનેર માંથી ૦૭ અને માળિયામાથી ૦૭ જેટલા દર્દીઓ સ્વસ્થ થયા હતા.જેથી કુલ એક્ટિવ કેસ નો આંકડો ૩૦૦ થયો છે.