મોરબીમાં આજે ફરી કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 21 દર્દીઓ કોરોના સંક્રમિત થયા છે. જયારે 29 દર્દીઓ કોરોનાને હરાવી દેતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેને લઈ હવે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 121 એ પહોંચી છે.
મોરબી આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લામાં કોરોનાના 21 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેને લઈ તંત્રએ આંશિક રાહત અનુભવી છે. જેમાં મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 09 જયારે શહેરી વિસ્તારમાં 0 કેસ, હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 05 તથા શહેરી વિસ્તારમાં 07કેસ પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે વાંકાનેર, ટંકારા અને માળીયામાં એક પણ કેસ નોંધાયો નથી. તેમજ મોરબીના 18, વાંકાનેરના 04, ટેન્કરના 05 અને માળીયાના 02 દર્દી મળી કુલ 29 દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેને લઇ મોરબીમાં કોરોનાનો એક્ટિવ કેસનો આંક 121 પર પહોંચ્યો છે.