નર્મદા ડેમમાંથી પાણી છોડીને સૌરાષ્ટ્રના ડેમો, તળાવો ભરવા માટે સરકારે લીલીઝંડી આપી છે. જેના ભાગરૂપે સૌની યોજનાની પાઈપલાઈનમાં પાણી છોડીને જે તે જળાશયોમાં વાલ્વ ખોલાતા ચેકડેમ, નદીઓ તળાવો ભરાયા છે. ભર શિયાળે નદીના વહેતા પાણી જોઈને ગ્રામ્ય વિસ્તારમાં લોકો અને પશુઓ માટે પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે. ત્યારે વાંકાનેરના ૨૯ ગામોને પણ સૌની યોજના હેઠળ પાણી પુરું પાડવામાં આવશે.
વાંકાનેર તાલુકા ભાજપનાં જણાવ્યાં અનુસાર, અગાઉ થોડા સમય પહેલા -રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, લોકસભાના સાંસદ મોહનભાઈ કુંડારીયા, તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલભાઈ અણીયારીયા, ભાજપ આગેવાન વાઘજીભાઈ ડાંગરોચા, કાળુભાઈ કાંકરેચા, તાલુકા પંચાયત ચેરમેન જીજ્ઞાસાબેન મેર, તાલુકા પંચાયત સદસ્યો, ઢુવા મહાલના સરપંચો, આગેવાનો તથા તાલુકા સંગઠન સહિતનાઓએ ગાંધીનગર સચિવાલય ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને રૂબરૂ મળી. કુવા અને ચંદ્રપુર શીટના ૨૯ ગામોને સૌની યોજના અંતર્ગત સિંચાઈ માટે તળાવો ભરવાની રજુઆત કરવામાં આવી હતી. અને કુંવરજીભાઈ બાવળીયા એ વહેલી તકે મંજુરી આપવાની ખાતરી આપી હતી.. એના અનુસંધાને આજ રોજ ગાંધીનગર કેબિનેટ મિટિંગમાં અંદાજે ૧૦૦ કરોડ જેટલી રકમની સૈધ્ધાંતિક મંજુરી મળેલ છે. જે બદલ વાંકાનેર તાલુકા ભાજપનાં આગેવાનો દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા ગૂજરાત સરકારનો આભાર માનવામાં આવ્યો હતો.