પોલીસે કારનો પીછો કરતા મુખ્ય સૂત્રધાર એવા કાર ચાલક અને બાજુમાં બેસેલ કાર મૂકીને નાસી ગયા.
ટંકારા પોલીસે બાતમીને આધારે ગજડી ગામે ધુનડા(ખા) જવાના રસ્તેથી અમેઝ કારનો પીછો કરી વિદેશી દારૂની ૧૮ બોટલ ઝડપી લેવામાં આવી હતી. જયારે કાર રેઢી મૂકી કાર ચાલક અને બાજુની સીટમાં બેસેલ બંને શખ્સો નાસી ગયા હતા જયારે કારમાં સવાર અન્ય ત્રણ શખ્સો પોલીસના હાથે પકડાય ગયા હતા. આ સાથે પોલીસે અમેઝ કાર તથા વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઇ ભાગી છૂટેલ બે શખ્સો તથા પકડાયેલ ત્રણ શખ્સો સહીત પાંચેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે ખાનગીરાહે બાતમી મળેલ કે ખાનપર કોયલી ગામ બાજુથી અમેઝ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ટંકાર તરફ જવાનો હોય જે અનુસંધાને ટંકારા પોલીસ ટીમ ગજડી ગામથી ધુનડા(ખા) જવાના રસ્તે વોચમાં હતી. તે દરમિયાન અમેઝ કાર ત્યાંથી પસાર થતા તેને રોકવા પ્રયત્ન કરતા કાર ચાલકે કાર ભગાડી મૂકતા પોલીસ દ્વારા તેનો પીછો કરતા કાર ચાલક અને બાજુની સીટમાં બેસેલ શખ્સ કાર રેઢી મૂકી નાસી ગયા હતા.
ત્યારે પોલીસ દ્વારા અમેઝ કાર રજી. જીજે-૧૦-ડીઈ-૪૬૮૨ને ચેક કરતા કારની ડેકીમાંથી વિદેશી દારૂ રોયલ ચેલેન્જની ૧૮ બોટલ મળી આવી હતી આ સાથે કારમાં સવાર ત્રણ શખ્સો ભાભલુભાઇ શાંતુભાઇ ખાચર ઉવ.૨૩ રહે.નોલી તા.સાયલા જી.સુ.નગર, જયરાજભાઇ કાળુભાઇ માંજરીયા ઉવ.૨૪ રહે.સીરવાણીયા તા.સાયલા જી.સુ.નગર, નાગરાજસિંહ ઘનશ્યામસિંહ વાળા ઉવ.૨૦ રહે. જામનગર રામેશ્વર રાંદલ નગર રાજશકિત પાનવાળી ગલીમાંને ઝડપી તેની અત કરવામાં આવી છે જયારે કાર રેઢી મૂકી નાસી ગયેલ મુખ્ય સૂત્રધાર એવા બે શખ્સો રવિરાજસિંહ દાદુભા રહે.જામનગર મરછોનગર, નાગરાજસિંહ ભરતસિંહ જાડેજા રહે.જામનગર રામેશ્વર માટેલ ચોકને ફરાર દર્શાવી તેન પકડી પાડવા તજવીજ હાથ ધરી છે. હાલ પોલીસે કાર સહીત વિદેશી દારૂ જથ્થો જપ્ત કરી પાંચેય આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.