Sunday, December 22, 2024
HomeGujaratમોરબી-વાંકાનેર માંથી ૯ સીએનજી રીક્ષા તથા ૨ કાર મળી કુલ ૧૧ વાહનો...

મોરબી-વાંકાનેર માંથી ૯ સીએનજી રીક્ષા તથા ૨ કાર મળી કુલ ૧૧ વાહનો ડિટેઇન કરાયા

આઈપીસી કલમ ૨૭૯, મોટર વ્હિકલ એક્ટની કલમ ૧૭૭, ૧૮૪, ૧૮૫ અને પ્રોહીબિશન કલમ ૬૬ (૧) બી હેઠળ ૧૧ વાહનચાલકો સામે ગુન્હા નોંધાયા

- Advertisement -
- Advertisement -

મોરબી: જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને લઈને ટ્રાફિક પોલીસે પેસેન્જર વાહનો, રીક્ષા સહિત ખાનગી વાહનોનું ચેકીંગ સઘન બનાવ્યું છે ત્યારે ગઈકાલે દિવસ દરમ્યાન મોરબી સીટી એ.ડીવી. પો. સ્ટે. વિસ્તારમાં ખાટકીવાસના નાકા પાસેથી ૧ સીએનજી રીક્ષા, ગ્રીનચોક પાસેથી ૧ ઠંડાપીણાંની લારી, બી ડીવી. પો. સ્ટે. વિસ્તારમાં ગેંડા સર્કલ, બસસ્ટોપ પાસેથી ૨ સીએનજી રીક્ષાને વિવિધ કલમો હેઠળ ડિટેઇન કરી કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે વાંકાનેર સીટી. પો. સ્ટે. વિસ્તારમાં પુલ દરવાજા ચોકમાંથી ૧ સીએનજી રીક્ષાને કલમ 188 હેઠળ, જિનપરા પાસેથી કેફીપીણું પીને કાર ચલાવતા ચાલક સામે પ્રોહી. કલમ ૬૬ (૧)બી હેઠળ, રાતીદેવડી રોડ પર ઈંટોના ભઠ્ઠા પાસેથી નશો કરેલી હાલતમાં કાર ચલાવવા બદલ એક શખ્સ સામે કલમ ૧૮૫ મુજબ, વાંકાનેર તાલુકા પો. સ્ટે.ની હદમાં ઢૂંવા ચોકડી પાસેથી ૪ સીએનજી રીક્ષાચાલકો સામે તથા ટંકારામાં નગરનાકા પાસેથી ૧ સીએનજી રીક્ષા ચાલક સામે અલગ અલગ કલમો હેઠળ ગુન્હાઓ નોંધી વાહનો ડિટેઈન કરાયાં હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!