મોરબી જિલ્લામાં જુગારની વધતી બદીને નેસ્તોનાબુદ કરવાની જિલ્લા પોલીસ અધિક્ષકે સુચના આપી હતી. જે અંગે કાર્યવાહી કરતા દરમિયાન માળીયા મીં. પોલીસની ટીમે ચીખલી ગામના પાણીના અવાડા પાસે જુગાર રમતા ૩ બાજીગરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, માળીયા મીં. પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે. અમુક ઈસમો ચીખલી ગામના પાણીના અવાડા પાસે જાહેરમાં જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી હતી, જેને લઇ જાહેરમાં કુંડાળુ વળી જુગાર રમતા શખ્સોમાં દોડધામ મચી હતી.પરંતુ તૈયારી સાથે આવેલ ટીમે નારાયણભાઈ લાલજીભાઈ દશાડીયા (રહે.નવા સુલતાનપુર વિશાલનગર તા.માળીયા મીં. જી-મોરબી), રમેશભાઈ પરસોતમભાઈ સીતાપરા (રહે.નવા સુલતાનપુર વિશાલનગર તા.માળીયા મીં. જી-મોરબી) તથા બાબુભાઈ ડુંગરભાઈ વિડજા (રહે.નવા સુલતાનપુર વિશાલનગર તા.માળીયા મીં. જી-મોરબી) નામના ઈસમોને ઝડપી પાડ્યા હતા. અને તેમની પાસેથી રોકડા રૂ.૧૪,૫૦૦/- તથા રૂ.૫૦૦૦/-ની કિંમતનો ૦૧ મોબાઈલ મળી કુલ રૂ.૧૯,૫૦૦/-નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.