તાજેતરમાં નાસિક ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની ટેકવોન્ડો ટુર્નામેન્ટ અને એશિયન ચેમ્પિયનશિપ ટ્રાયલમાં ડી.એલ.એસ.એસ. નવજીવન વિધાલય ન્યુ એરા પબ્લિક સ્કૂલ મોરબીના ૩ ખેલાડીઓ દેશનું ગૌરવ બન્યા છે. અને ૩ ખેલાડીઓ ગોલ્ડ મેડલ સાથે પ્રથમ ક્રમે વિજેતા થતા જિલ્લા રમત વિકાસ અધિકારી તથા શાળા પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
નવજીવન વિધાલય ન્યુ એરા પબ્લિક સ્કૂલ મોરબીના જણાવ્યા અનુસાર, તાજેતરમાં નાસિક ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની ટેકવોન્ડો ટુર્નામેન્ટ અને એશિયન ચેમ્પિયનશિપ ટ્રાયલમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી ડી.એલ.એસ.એસ. શાળા નવજીવન વિધાલય ન્યુ એરા પબ્લિક સ્કૂલ મોરબીના ૩ ખેલાડીઓ ગોલ્ડ મેડલ સાથે પ્રથમ ક્રમે વિજેતા થઈ અને આગામી ૭મી એશિયન ચેમ્પિયનશિપ ટ્રાયલ ક્વોલિફાય કરી ભારતની ટેકવોન્ડો ટીમમાં સ્થાન પ્રાપ્ત કરી શાળા, મોરબી જિલ્લા અને ગુજરાત રાજ્યને ગૌરવ અપાવ્યું હતું. તેમજ આગામી તારીખ ૧ સપ્ટેમ્બર-૨૦૨૩ના રોજ ગૌસ્વામી યશગીરી મુકેશગીરી, ખટાણા મીત ગભરુભાઇ તથા બાવળીયા નીલમ જગાભાઈ, બૈરુટ(લેબનન) ખાતે યોજાનાર ૭મી એશિયન ચેમ્પિયનશિપમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે. તેમની અદ્વિત્ય સિદ્ધિથી શાળા, મોરબી જિલ્લા અને ગુજરાત રાજ્યનું નામ રોશન કરવા બદલ તેમજ આગામી એશિયન ચેમ્પિયનશિપમાં વિદેશની ધરતી ઉપર ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ભારત દેશનું નામ રોશન કરે તેવી જિલ્લા રમત વિકાસ અધિકારી રવીકુમાર ચૌહાણ, શાળાના ટ્રસ્ટી ડી.બી. પાડલિયા, હાર્દિકભાઇ પાડલીયા, બ્રિજેશભાઇ ઝાલરીયા, કોચ પંકજ કુમાર તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.