માળીયા(મી) તાલુકાના નવાગામમાં દેશી દારૂનું કેન્દ્રબિંદુ હોય તેમ એલસીબી પોલીસે નવાગામ ગામે રેઇડ કરી રહેણાંક તથા ટ્રેક્ટરમાંથી ૧૫૧૫ લીટર તૈયાર દેશી દારૂનો જથ્થા સાથે બે ઇસમોને પકડી કુલ છ આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો, ત્યાં માળીયા(મી) સ્થાનિક પોલીસે પૂર્વ બાતમીને આધારે નવાગામ થી મેઘપર ગામ જતા નદીના કાંઠે બાવળની કાંટમાંથી દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ૩૦૦ લીટર ઠંડો આથો ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે આરોપી ફારૂક ફતેમહમદ મોવર હાલરહે.મોરબી રણછોડનગર મૂળરહે. નવાગામ તા.માળીયા(મી)વાળો રેઇડ દરમિયાન હાજર નહીં મળી આવતા તેને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.