હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળેલ કે, જુના દેવળીયા ગામે રહેતો રસિક ભીખાભાઈ કોળી વોકળામાં તળાવની પાળ પાસે દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે, જેથી તુરંત હળવદ પોલીસ ટીમે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા જ્યાંથી દેશી દારૂ બનાવવામાં ઉપયોગમાં આવતો ઠંડો આથો લીટર ૩૦૦ કિ.રૂ.૭,૫૦૦/- મળી આવ્યો હતો. રેઇડ દરમીયાન આરોપી રસિક ભીખાભાઇ કોળી રહે.જુના દેવળીયા તા.હળવદ વાળો હાજર નહીં મળી આવતા પોલીસે તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.









