મોરબી બી ડિવિઝન પોલીસ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શોભેશ્વર રોડ ઉપર આવેલ બોયઝ હોસ્ટેલ નજીક દેશી દારૂ ભરેલ ઇકો કાર ઝડપી લેવામાં આવી છે, જેમાં ઇકો કારને દૂરથી રોકવાનો ઈશારો કરતા, ઇકો કાર ચાલક કાર ચાલુ રાખી, અંધારાનો લાભ લઈને બાવળની કાંટમાં નાસી ગયો હતો. ત્યારે પોલીસે કારની તલાસી લેતા તેમાંથી પ્લાસ્ટિકના અલગ અલગ બાચકામાંથી ૩૦૦ લીટર દેશી મળી આવ્યો હતો, હાલ પોલીસે દેશી દારૂ તથા ઇકો કાર સહિત રૂ.૫.૬૦ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ, કાર ચાલકને ફરાર દર્શાવી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી બી ડિવિઝન પોલીસ ટીમ ગત રાત્રીના નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શોભેશ્વર રોડ ઉપર ર્ડો. બાબાસાહેબ આંબેડકર બોયઝ હોસ્ટેલ નજીક કાચા રસ્તેથી આવતી ઇકો કારને દૂરથી રોકવાનો ઈશારો કર્યો હતો, જેથી ઇકો કાર ચાલકે પોતાની કાર દૂર ઉભી રાખી, અંધારાનો લાભ લઈને બાવળની કાંટમાં પલાયન થઈ ગયો હતો બીજીબાજુ, પોલીસે ઇકો કાર રજી.નં. જીજે-૧૩-સીડી-૪૭૩૬ ની અંદર તલાસી લેતા, કારમાંથી દેશી દારૂનો ૩૦૦ લીટરનો જથ્થો કિ.રૂ.૬૦,૦૦૦/- મળી આવ્યો હતો, જેથી પોલીસે આરોપી નાસી ગયેલ ઇકો કાર ચાલકને ફરાર દર્શાવી, દેશી દારૂ તથા ઇકો કાર સહિત રૂ.૫.૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.