Thursday, March 6, 2025
HomeGujaratમોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચના પ્રમુખ દ્વારા આયોજિત નેત્રમણી નેત્રયજ્ઞનો ૩૦૭ દર્દીઓએ લાભ...

મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચના પ્રમુખ દ્વારા આયોજિત નેત્રમણી નેત્રયજ્ઞનો ૩૦૭ દર્દીઓએ લાભ લીધો

મોરબી જલારામ ધામ ખાતે મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ સામતભાઈ જારીયા પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો. જેમાં ૩૦૭ દર્દીઓએ લાભ લીધો હતો. અત્યાર સુધીના ૪૨ કેમ્પમાં કુલ ૧૨, ૩૭૧ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

સમગ્ર ગુજરાતની નંબર વન હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના શ્રી જલારામ ધામ મોરબી ખાતે યોજાય છે. જે અંતર્ગત તા.૪-૩-૨૦૨૫ મંગળવારના રોજ સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જે કેમ્પ મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ સામતભાઈ જારીયા પરિવારના સહયોગથી યોજાયો હતો. જેમા ૩૦૭ દર્દીઓએ લાભ લીધો હતો. તે ઉપરાંત ૧૬૧ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.કાનજીભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવ્યુ હતુ. જે ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા, રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે. મોરબી જલારામ મંદિર ખાતે ગત ૪૧ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પમા કુલ ૧૨,૦૬૪ લોકોએ લાભ લીધો છે તેમજ કુલ ૫૪૯૭ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામા આવ્યા છે. કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા,રમણીકલાલ ચંડીભમર, નીરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ, સંજય હીરાણી, કૌશલભાઈ જાની, હીતેશ જાની, મુકુંદભાઈ મીરાણી, કીશોરભાઈ ઘેલાણી, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. તેમજ દર મહીનાની ૪ તારીખે યોજાતા કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે આવનાર દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી- ૯૮૨૫૦૮૨૪૬૮, નિર્મિતભાઈ કક્કડ -૯૯૯૮૮૮૦૫૮૮, હરીશભાઈ રાજા- ૯૮૭૯૨૧૮૪૧૫, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!