મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી કે, મોરબી-૨ ઉમા ટાઉનશીપ સામે જય અંબે જનરલ સ્ટોર વાળી શેરીમાં રહેતા અર્જુનસિંહ ઝાલા પોતાના રહેણાંકમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી તેનું વેચાણ કરે છે, જે મળેલ બાતમીને આધારે રહેણાંકમાં રેઇડ કરતા, જ્યાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ અને ક્ષમતાની ૩૧ નંગ બોટલ કિ.રૂ.૮,૧૦૦/-મળી આવી હતી. રેઇડ દરમિયાન આરોપી અર્જુનસિંહ રણજીતસિંહ ઝાલા હાજર નહીં મળી આવતા તેને પોલીસે ફરાર જાહેર કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.









