મોરબી તથા વાંકાનેર પંથકમાં શ્રાવણીયો જુગારના કુલ છ દરોડામાં બાળકિશોર સહિત ૩૧ જુગરીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ત્યારે પોલીસે અલગ અલગ દરોડામાં કુલ રૂ.૮૭,૯૮૦/- રોકડ રકમ કબ્જે કરી તમામ આરોપીઓ સામે લાગુ પડતા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ દરોડામાં મોરબી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રાજપર રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા ક્રિપાલસિંહ નરેદ્રસિંહ જાડેજા ઉવ.૨૯ રહે.વાવડી રોડ મારૂતીનગર, વિરેદ્રસિંહ બોઘુભા જાડેજા ઉવ.૨૯ રહે શક્તિ માતાજીના મંદીરની બાજુમા શકત શનાળા, યુવરાજસિંહ વનરાજસિંહ ઝાલા ઉવ.૨૭ રહે.પંચાસર ગામ, દિવ્યરાજસિંહ પ્રધ્યુમનસિંહ જાડેજા ઉવ.૨૪ રહે. શકત શનાળા પ્લૉટ વિસ્તાર, હાર્દીકસિંહ તીખુભા જાડેજા ઉવ.૨૬ રહે.નિતીનનગર શકત શનાળા, કાનજીભાઈ બાબુભાઈ જારીયા ઉવ.૩૮ રહે.ગજડી તા.ટંકારા, કુલદીપસિંહ ગણપતસિંહ ઝાલા ઉવ.૨૨ રહે.શકત શનાળા જુનાગામ પાસે, વિજયસિંહ પ્રધ્યુમનસિંહ જેઠવા ઉવ.૨૯ રહે.શકત શનાળા પ્લૉટ વિસ્તાર મોરબી તથા કાયદાના સંઘર્ષમા આવેલ બાળકિશોર સહિતનાને ઝડપી લેવાયા હતા. જ્યારે પોલીસે સ્થળ ઉપરથી રોકડા ૨૮,૨૦૦/- જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુગારના બીજા તથા ત્રીજા દરોડામાં શોભેશ્વર રોડ ઉપર પાણીના ટાંકા પાસે તીનપત્તીનો જુગાર રમી રહેલા શૈલેષભાઈ માવજીભાઈ દેલવાણીયા ઉવ.૨૬ રહે.શોભેશ્ર્વર રોડ, મફતીયાપરા, કમલેશભાઈ સુખદેવભાઈ સોલંકી ઉવ.૨૮ રહે.શોભેશ્ર્વર રોડ કુબેર ધાર ઉપર, પ્રકાશભાઈ મહાદેવભાઈ ઈંન્દરીયા ઉવ.૩૦ રહે.શોભેશ્ર્વર રોડ કુબેર ધાર ઉપર તથા જનકભાઈ વિરમભાઈ શીયાળ ઉવ.૩૦ રહે.શોભેશ્ર્વર રોડ કુબેર ધારવાળાને કુલ રોકડા ૧,૨૪૦/- તથા અન્ય એક દરોડામાં શોભેશ્વર રોડ મફતીયાપરામાં જુગાર રમતા (૧)હારૂનભાઈ દાલમહમદ સુમરા ઉવ.૨૯ રહે.શોભેશ્ર્વર રોડ મફતીયાપરા, (૨)યોગેશભાઈ દેવાભાઈ કુંઢીયા ઉવ.૨૨ રહે.શોભેશ્ર્વર રોડ, (૩)અક્ષયભાઈ ભુપતભાઈ બથવાર ઉવ.૨૧ રહે.શોભેશ્ર્વર વાણીયા સોસાયટી, (૪)અર્જુનભાઈ અરવીંદભાઈ મેથાણીયા ઉવ.૩૦ રહે.વીસીપરા રમેશ કોટન મીલની પાછળને રોકડ રૂ.૧,૧૯૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
ચોથા દરોડામાં વાંકાનેરના નવાપરા શેરી નં.૨ માં જાહેરમાં પત્તા ટીચતા અમ્રુતભાઇ હેમંતભાઇ વેકરીયા ઉવ.૨૦ રહે.વાંકાનેર નવાપરા તથા જગદીશ ઉર્ફે જગો રમેશભાઇ સીતાપરા ઉવ.૪૦ રહે.વાંકાનેર નવાપરાને પકડી લેવામાં આવ્યા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૩,૪૫૦/- કબ્જે કર્યા હતા, આ ઉપરાંત વાંકાનેરના પેડક સોસાયટીમાં જાહેરમાં પૈસાની લેતી દેતી કરી ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમતા (૧)મહેશભાઈ હરીભાઈ મકવાણા ઉવ.૩૬ રહે.વાંકાનેર પેડક સોસાયટી, (૨)અંકુરભાઈ ભરતભાઈ ડાભી ઉવ.૩૫ રહે.વાંકાનેર આરોગ્યનગર નવા બસ સ્ટેશન સામે, (૩)હકાભાઈ ગોવિંદભાઈ પલાણી ઉવ.૨૫ રહે.વાંકાનેર કુંભારપરા શેરી નં-૬, (૪)સરફરાજશા સલીમશા શાહમદાર ઉવ.૩૯ રહે.વાંકાનેર કુંભારપરાવાળાને રોકડ રકમ ૧૩,૭૦૦/-સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.
જ્યારે છઠ્ઠા દરોડામાં વાંકાનેર તાલુકાના આણંદપર ગામે મંદિર પાસે જુગારની મહેફિલમાં તીનપત્તીનો જુગારની મજા માણી રહેલા હેમંતભાઇ ધરમશીભાઇ કુકવાવા ઉવ.૪૨, વિષ્ણુભાઇ હરજીભાઇ કાંજીયા ઉવ.૨૫, વીપુલભાઇ ભાણજીભાઇ કેરવાડીયા ઉવ.૨૪, મહેશભાઇ લાલજીભાઇ કેરવાડીયા ઉવ.૨૯, દીનેશભાઇ બીજલભાઇ કાંજીયા ઉવ.૨૯, નીલેશભાઇ હીરાભાઇ કેરવાડીયા ઉવ.૨૮, ભરતભાઇ બીજલભાઇ કાંજીયા ઉવ.૩૬ દીનેશભાઇ વખતરામ જોષી ઉવ.૨૮ તમામ રહે.હાલ-આણંદપર તા.વાંકાનેરવાળાને જુગારના પટ્ટમાંથી ૪૦,૨૦૦/- સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવી પકડાયેલ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.