મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. તેમજ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ૩૧ જેટલા મોબાઇલ શોધી કાઢી પરત આપવામાં આવ્યા હતા. તેમજ લોક અદાલત યોજી લોકોના પ્રશ્નો અને રજુઆતો સાંભળવામાં આવી હતી.
મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં વાર્ષિક ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. સાથે જ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત લોકોને ખોવાયેલા ૩૧ જેટલા મોબાઈલ શોધી કાઢી પરત આપવામાં આવ્યા હતાં. અગાઉ પણ ૭૦ જેટલા મોબાઇલ શોધીને પરત આપવામાં આવ્યા હતા.
તેમજ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકના પ્રાંગણમાં લોક દરબાર યોજી લોકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળીને યોગ્ય નિકાલ કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
જે કાર્યક્રમ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં ડીવાયએસપી પી. એ.ઝાલા,પીઆઈ એચ. એ.જાડેજા સહિતના અધિકારીઓ તેમજ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.