Thursday, November 14, 2024
HomeGujaratરાજ્યના ડીજીપી આશિષ ભાટિયા દ્વારા મોરબીમાં પકડાયેલા ૩૨.૭૦ લાખના દારૂમાં બે પીએસઆઇ...

રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા દ્વારા મોરબીમાં પકડાયેલા ૩૨.૭૦ લાખના દારૂમાં બે પીએસઆઇ ને સસ્પેન્ડ કર્યા

મોરબીમાં ગત તા ૧૮/૦૭/૨૦૨૨ ના રોજ રાજપર રોડ પર આવેલ એક ગોડાઉન માંથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ૩૨.૭૦ લાખની કિંમતનો ૬૨૨ પેટી વિદેશી દારૂનો જથ્થો સહિત ૪૨.૬૭ લાખનો મુદામાલ પકડી પાડ્યો હતો જેમાં મોરબીના મૂળરાજ અજીતસિંહ જાડેજા ,ગોડાઉન માલિક ડેનિશ કાંતિલાલ મારવણીયા અને અન્ય તેર લોકો સામે ગુનો નોંધાયો હતો.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી સીટી એ ડીવીઝન પીઆઇ મયંક પંડ્યા હાલ એ ડીવીઝન વિસ્તારથી પરિચિત નથી સાથે સાથે એ ડીવીઝન હદનું બોર્ડ પણ આ રેડ વાળી જગ્યાએથી આગળ લગાડેલું હતું જેને લઈને પણ પોલીસ આ સ્થળ સુધી નાઈટ અથવા કોઈ તપાસમાં જતી નહોતી ત્યારે આ દારૂના આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે એ પહેલાં જ રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે જેમાં રાજ્યના ડીજીપી દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસમથકમાં ફરજ બજાવતાં ડી સ્ટાફ પીએસઆઇ એસ.એમ.રાણા અને બીટના પીએસઆઇ એ એ જાડેજાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે જો કે બીટ ના પીએસઆઇ આ દરોડા વખતે રજા પર હતા જેથી અન્ય અધિકારી પાસે ચાર્જ હતો ત્યારે ડીજીપી દ્વારા આજે એક સાથે મોરબીના બે પીએસઆઈ અને રાજકોટ ના એક પીએસઆઇ ને સસ્પેન્ડ કરી દેવતા પોલીસ બેડામાં હડકપ મચી જવા પામ્યો છે.

આગામી સમયમાં મોરબી સીટી એ ડીવીઝન સ્થાનિક ડી સ્ટાફ પર પણ આકરા પગલાં લેવાઈ તેવા સંકેતો પણ સાંપડી રહ્યા છે હાલ પાડાના વાંકે પખાલીને ડામ તેમ બુટલેગર ના લીધે આ દારૂના જથ્થા થી બેખબર બે પીએસઆઇ ની જવાબદારી ફિક્સ કરી બન્નેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા મોરબી પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે.

ત્રીજા પીએસઆઇ ની વાત કરીએ તો મોરબીમાં દરોડો પડ્યા ના  પછીના દિવસે એટલે કે ગત તા.૧૯ ના રોજ સવારે રાજકોટ ના પડધરીના માઇનિગ અને ગેસ કટિંગના બે કોભાંડ સ્ટેટ વિજિલન્સ ની ટીમે પકડી પાડ્યા હતા જેમાં ત્યાંના પીએસઆઇ આર જે ગોહિલ ને પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા રાજકોટ જિલ્લાના પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની ગયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!