મોરબીમાં જુગારીઓનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. રોજબરોજ જુગાર રમતા ઈસમો પકડાવવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે પાંચ સ્થળોએ દરોડા પડી જાહેરમાં ગંજીપતાના પાના વડે તીન પતીનો જુગાર રમતા ૩૨ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા છે.
પ્રથમ દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મહેન્દ્રનગર ધર્મમંગલ સોસાયટીમાં રેઈડ કરી જાહેરમાં જુગાર રમતા નિશાબેન ભીખાભાઇ લોરીયા, પુષ્પાબેન અનિલભાઇ સનારીયા, કૈલાશબેન ભાવેશભાઇ બારૈયા, ભાવનાબેન દલસુખભાઇ કાવર, ભાવનાબેન તુષારભાઇ બાવરવા તથા કંચનબેન ભગવાનભાઇ કાલરીયા નામના મહિલાઓને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૨૫૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
જયારે બીજા દરોડામાં, મોરબી તાલુકા પોલીસે બીલીયા ગામના છેવાડે, જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા રમેશભાઇ કુંવરજીભાઇ ઓગાણીયા, જયંતિભાઇ રામજીભાઇ કાવર, દિપકભાઇ સવજીભાઇ અઘારા, વશરામભાઇ ભગવાનજીભાઇ બાવરવા, દિનેશભાઇ કાનજીભાઇ વ્યાસ તથા અશ્વિનભાઇ હરીભાઇ વ્યાસ નામના શખ્સોને રૂ.૨૯,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજા દરોડામાં, મોરબી તાલુકા પોલીસે દરણા ગામે, અનિલભાઇ દુદાભાઇ ચાવડાના મકાનમાં રેઈડ કરી અનિલભાઇ દુદાભાઇ ચાવડા, રમેશભાઇ જેઠાભાઇ સોલંકી, દિલીપભાઇ મગનભાઇ પરમાર, બેચરભાઇ હિરાભાઇ વાછાણી, અનિલભાઇ કલાભાઇ સોલંકી, પ્રકાશભાઇ રવજીભાઇ ચૌહાણ, જનકભાઇ શામજીભાઇ કલાડીયા, રમેશભાઇ પ્રેમજીભાઇ સોલંકી તથા મેહુલભાઇ ધરમશીભાઇ માકાસણા નામના શખ્સોને જુગાર રમતા રોકડ રૂ.૭૧,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે ચોથા બનાવમાં, મોરબી તાલુકા પોલીસે મકનસર ગામની સીમ, એકસલ સિરામીક પાસેથી જયેશભાઇ બલવંતભાઇ મેર, કાનજીભાઇ રમેશભાઇ દેવમુરારી, ઇશ્વરભાઇ પોપટભાઇ બદરચીયા, મનસુખભાઇ વશરામભાઇ બાવળીયા, રાકેશભાઇ બળવંતભાઇ ગળથરા, અવધેશ ગીરધારીલાલ ગૌતમ, ધર્મેન્દ્રભાઇ સુરેન્દ્રભાઇ ચૌધરી તથા રોહિતકુમાર સુરજપાલ કુમાર નામના શખ્સોને જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા રોકડા રૂ.૨૧,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાંચમા બનાવમાં, વાંકાનેર સીટી પોલીસની ટીમે ભરતભાઈ જગદીશભાઈ ડાભી, રાજકુમાર જગદીશભાઈ ડાભી તથા દેવજીભાઈ વાઘજીભાઈ મકવાણા નામના શખ્સોને હશનપર નાલા પાસે પટ્ટમા સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા રોકડા રૂ.૧૭,૭૭૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.