Tuesday, November 19, 2024
HomeGujaratમોરબીમાં નિયમોનો ભંગ કરતા ૩૨૩ વાહનચાલકો દંડાયા:મોરબી પોલીસ દ્વારા હજુ પણ અભિયાન...

મોરબીમાં નિયમોનો ભંગ કરતા ૩૨૩ વાહનચાલકો દંડાયા:મોરબી પોલીસ દ્વારા હજુ પણ અભિયાન રહેશે

ઉનાળુ વેકેશન  દરમ્યાન મોરબીના નાગરિકોની જાન-માલની સુરક્ષાને ધ્યાને લઇ શરીર સંબંધી અને મિલ્કત સંબંધી બનતા ગુનાઓ અટકાવવા જિલ્લા પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તે અંતર્ગત મોરબી જિલ્લામાં ફરતાં ફોર વ્હિલર વાહનમાં ડાર્ક ફિલ્મ લગાડી શંકાસ્પદ વાહનો ફેરવવા, નંબર પ્લેટ વિનાનાં વાહનો તેમજ ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો, ચાલુ મોબાઇલે ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકો સહીત ટ્રાફિક નિયમોનો ભંગ કરતા લોકો સામે સ્પેશ્યલ ડ્રાઈવ રાખી કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં ટ્રાફીક નિયમનોનુ પાલન કરાવા તેમજ ડાર્ક ફીલ્મ લગાડી ચલાવતા વાહન ચાલકો સામે રાજકોટ રેન્જ આઇ.જી.એ આપેલ સુચના તેમજ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રીપાઠીના માર્ગદર્શન મુજબ મોરબી જીલ્લા તથા શહેર ખાતે ટ્રાફીક શાખાના કર્મચારીઓ દ્વારા છેલ્લા ત્રણ દીવસ દરમ્યાન અલગ-અલગ પોઇન્ટ તથા વિસ્તારમા વાહન ચેકીંગ ગોઠવી એમ.વી. એક્ટના નિયમોનુ ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહીના ઝુંબેશના ભાગ રૂપે ડાર્ક ફીલ્મ લગાડીને ચલાવતા ૫૦ વાહન ચાલકોના વાહનોની ડાર્ક ફીલ્મ સ્થળ પર ઉતારી ડાર્ક ફીલ્મ રાખવા બાબતે સ્થળ દંડ કરવામા આવેલ તેમજ ચાલુ મોબાઇલે ડ્રાઇવિંગ કરતા ૨૯ વાહન ચાલકો તેમજ હાઇવે ઉપર હેલ્મેટ વગર ટૂ વ્હિલર ચલાવતા ૧૩ વાહન ચાલકો તેમજ રોડ રસ્તામા અડચણ પાર્કીંગ કરતા ૩૭ વાહન ચાલકો તેમજ આર.ટી.ઓ માન્ય એચ.એસ.આર.પી. નંબર પ્લેટ લગાવ્યા વગરના ૯ વાહન ચાલકો એમ અલગ-અલગ M.V.ACT હેઠળ ૩૨૩ કેસો કરી સ્થળ પર રૂ.૧,૩૮,૪૦૦/- સ્થળ દંડ વસુલ કરવામાં આવેલ તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવતા ૨૮ વાહન ચાલકોના વાહન એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ આર.ટી.ઓ ડીટેઇન મેમા આપવામા આવેલ તેમજ ગતિમર્યાદા ભંગ કરતા તેમજ પુર ઝડપે અને રાહદારીની જીંદગી જોખમાય તે રીતે વાહન ચલાવતા વાહન ચાલકો તેમજ રોડ ઉપર અક્સમાત થાય તેવી રીતે પાર્કીંગ કરનાર વાહન ચાલકો વિરૂધ્ધ IPC કલમ ૨૭૯ તથા IPC ૨૮૩ મુજબના કેશો કરવા આવેલ તેવું ટ્રાફીક શાખા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ટ્રાફિક શાખા દ્વારા પ્રજા જોગ સંદેશ આપતા જણાવવામાં આવ્યું હતું કે, એમ.વી. એક્ટ મુજબ ટ્રાફીક નિયમોનુ પાલન કરવુ તેમજ વાહનમાં આર ટી ઓ માન્ય HSRP નંબર પ્લેટ તથા ફીલ્મ લગાવવી તેમજ પોતાના વાહન કોઇ નો-પાર્કીંગ કે પછી અડચણ રૂપ જગ્યાએ પાર્કીંગ કરવુ નહી, તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવવું નહી અને વાહનના કાગળો સાથે રાખવા અને હાઇવે ઉપર ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવુ અને ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલમાં વાત કરવી નહી આમ ટ્રાફીક નીયમોનુ પાલન કરવું તેમજ ટ્રાફીક નિયમોનુ પાલન નહીં કરતા વાહન ચાલકો વિરૂધ્ધ એમ વી એક્ટ મુજબ કાયદેશરની કાર્યવાહી કરવામાં આવશે. તેમ  ટ્રાફીક શાખા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!