મોરબી જીલ્લા પોલીસ દ્વારા જુગારના અલગ અલગ ૮ દરોડામાં ૧૦ મહિલા સહિત ૩૩ જુગારીને પકડી લેવામાં આવ્યા છે જ્યારે ૩ જેટલા શખ્સ દરોડા દરમિયાન ભાગી છૂટ્યા હતા, ત્યારે તેઓને ફરાર જાહેર કર્યા છે. મોરબી શહેર તથા ગ્રામ્ય તેમજ વાંકાનેર સીટી અને તાલુકાના ગામમાં જુગાર અંગે પોલીસ દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા.
મોરબી રાજપર રોડ ઉપર આવેલ પ્રભુનગર સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા પાંચ જુગારી રોકડા ૬૨,૭૦૦/-સાથે પકડાયા હતા. જ્યારે શહેરના શ્યામ રેસીદાનસીમાં તુલસીવૃંદ એપાર્ટમેન્ટ બ્લોક નં.૭૦૨ રહેણાંક ફ્લેટમાં ૩ મહિલા સહિત ૮ લોકો રોકડા રૂ.૫,૧૬૦/-સાથે પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. જુગારના ત્રીજા દરોડામાં શહેરના વાવડી રીડ ઉપર ગાયત્રીનગર શેરી નં.૨ અને ૩ની વચ્ચે જાહેરમાં પત્તા ટીચતા ૭ મહિલાને રોકડા રૂ.૨,૩૦૦/-સાથે ઝડપી લેવામાં આવી છે. આ સિવાય મોરબી તાલુકાના જેતપર ગામે કોળીવાસ મફતિયાપરામાં જુગાર ખેલતા ૩ ઈસમો રોકડા રૂ.૧૧,૦૮૦/-સાથે ઝડપાયા હતા.
જ્યારે વાંકાનેર સીટી અને ગ્રામ્યમાં કુલ ચાર દરોડામાં ૧૦ જુગારી પકડાયા અને ૨ નાસી ગયા હતા. જેમાં પ્રથ દરોડામાં વાંકાનેર વેલનાથપરામાં જુગાર રમતા ૨ શખ્સો રોકડા રૂ.૨,૫૧૦/-સાથે ઝડપાયા હતા. જ્યારે વાંકાનેર સ્ટેશન રોડ ઉપર પાણીના પરબ પાસે જુગાર રમી રહેલ ત્રણ ઇસમોને રોકડા રૂ.૨૫૭૦/- સાથે અને વાંકાનેર સિટીના હસનપર રામચોક નજીકથી ૨ જુગારીને રૂ.૧૪,૬૦૦/- સાથે જુગાર રમતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારના સમથેરવા ગામે જુગાર રમતા ૩ પકડાયા હતા અને ૨ નાસી જવામાં સફળ થયા હતા, ત્યારે પોલીસે આરોપીઓ પાસેથી રોકડા ૬,૪૨૦/-, બે મોબાઇલ કિ.રૂ.૫૦ હજાર સહિત ૫૬,૪૨૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે