મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મળેલ બાતમીને આધારે સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીના રહેણાંક મકાનમાં રેઇડ કરી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ અને ક્ષમતાની ૩૪ બોટલ ઝડપી લેવામાં આવી હતી. જ્યારે આરોપી મકાન-માલીક રેઇડ દરમિયાન હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી તેને ઝડપી લેવા આગળની તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી કે, આરોપી મયુર ઉર્ફે મયલો ઘુચરી રહે. વેજીટેબલ રોડ ભાગ્યલક્ષ્મી સોસાયટી વાળો પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂની બોટલો રાખી તેનું વેચાણ કરે છે, જેથી તુરંત ત્યાં રેઇડ કરતા મકાનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની અને ક્ષમતાની ૩૪ નંગ બોટલ કિ.રૂ.૧૪,૯૯૨/- મળી આવી હતી. રેઇડ દરમિયાન આરોપી મયુરભાઈ ઉર્ફે મયલો ઉર્ફે ઘુચરી બટુકભાઈ વાઘેલા હાજર નહિ મળી આવતા તેને આ કેસમાં વોન્ટેડ દર્શાવી પોલીસે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









