Sunday, November 24, 2024
HomeGujaratમોરબી પોલીસના જુગારના આંઠ દરોડામાં ૬ મહિલા સહિત ૩૪ જુગરીની અટકાયત કરાઈ

મોરબી પોલીસના જુગારના આંઠ દરોડામાં ૬ મહિલા સહિત ૩૪ જુગરીની અટકાયત કરાઈ

મોરબી જીલ્લા પોલીસે અલગ અલગ સ્થળોએ જુગારના દરોડા પાડી ૬ મહિલા સહિત ૩૪ જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં મોરબી-૨, તાલુકાના ફાટસર ગામે, વાંકાનેર ગ્રામ્ય તથા ટંકારામાં રેઇડ કરી કુલ ૭૧,૭૫૦/-ની રોકડ કબ્જે કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

જુગારના પ્રથમ દરોડાની મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ફાટસર ગામે બીપીએલ વાળી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ડાયાભાઇ ભોજાભાઈ ગજીયા ઉવ.૫૩, સુખદેવસિંહ બચુભા જાડેજા ઉવ.૫૫, દૈવતસિંહ મયુરધ્વજસિંહ જાડેજા ઉવ.૩૧, મહાવીરસિંહ કનુભા જાડેજા ઉવ.૪૨ તથા ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધરમસીભાઇ વિસનજીભાઈ હરસોલા જાતે લુવાર ઉવ.૪૫ તમામ રહે.ફાટસર તા.જી.મોરબીવાળાને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રૂપિયા ૨૦,૩૦૦/-રોકડા કબ્જે કરી તમામ આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા દરોડામાં મોરબીના નવલખી રોડ સ્થિત લાયન્સનગરમાં જાહેરમાં તીનપત્તીનો રોન પોલીસનો જુગાર રમી રહેલા સીરાજઅલી અમીનઅલી મીનસરીયા ઉવ.૩૬ રહે.નવલખી રોડ લાયન્સનગર, પ્યારઅલી કરમાલી જેસાણી ઉવ.૭૦ રહે.નવલખી રોડ લાયન્સનગર, રમેશભાઇ ઉર્ફે છનાભાઇ રામજીભાઇ ઇન્દરીયા ઉવ.૫૦ રહે.નવલખી રોડ નવી રેલ્વે કોલોની મફતીયાપરા, જોહરાબેન અમીનભાઇ મીનસરીયા ઉવ.૫૫ રહે.નવલખી રોડ લાયન્સનગર, લાભુબેન રમેશભાઇ ઉર્ફે છનાભાઇ રામજીભાઇ ઇન્દરીયા ઉવ.૪૮ રહે.નવલખી રોડ નવી રેલ્વે કોલોની મફતીયાપરાને રોકડા રૂ.૯,૪૨૦/-સાથે ઝડપી લેવામાં આવી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જુગારના ત્રીજા દરોડામાં ત્રાજપર ગામની છેલ્લી શેરીમાં તીનપત્તીની મજા માણી રહેલા રીટાબેન અશોકભાઇ માનેવાડીયા જાતે કોળી ઉવ.૨૮ રહે.ત્રાજપર છેલ્લી શેરી મોરબી-૨, જેસ્સીબેન કાબાભાઇ સનુરા ઉવ.૬૫ રહે.ત્રાજપર છેલ્લી શેરી મોરબી-૨ તથા પ્રકાશ ઉર્ફે ગુડુ પ્રવિણભાઇ મકવાણા ઉવ.૨૦ રહે.જવાહર સોસાયતી કોલેજ પાછળ ભડીયાદ મોરબીને પકડી પાડવામાં આવ્યા હતા. આ સાથે બી ડિવિઝન પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૧,૭૪૦/-કબ્જે કરી ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે ચોથા દરોડામાં બી ડિવિઝન પોલીસ ટીમે ત્રાજપર ગામ નજીક ઓરીએન્ટલ બેંકવાળી શેરીમાં રેઇડ કરી ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમી રહેલ બે મહિલા સહિત ત્રણને રોકડા રૂ.૧,૨૯૦/- સાથે ઝડપી લેવાયા હતા, જેમાં આરોપી રાયધનભાઇ મોહનભાઇ સાતોલા ઉવ.૫૧ રહે. ત્રાજપર મોરબી છેલ્લી શેરી, મંજુબેન દિનેશભાઇ સનુરા ઉવ.૫૫ રહે.ત્રાજપર છેલ્લી શેરી મોરબી, હંસાબેન કિશોરભાઇ રાઠોડ ઉવ.૫૦ રહે.ઉમીયાનગર ત્રાજપર મોરબીની અટક કરી બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

વાંકાનેર તાલુકાના વિરપર ગામે પોલીસે જુગારના બે અલગ અલગ દરોડા પાડી કુલ ૧૧ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં ડેરીની બાજુમાં આવેલ જાહેર શેરીમાં જુગાર રમતા બુટાભાઇ મેરાભાઇ દેકાવાડીયા ઉવ.૨૮, ધનજીભાઇ વાલજીભાઇ દેકાવાડીયા ઉવ.૨૭, વનરાજભાઇ માધાભાઇ દેકાવાડીયા ઉવ.૨૨, હીતેશભાઇ કરશનભાઇ ડાંગરોચા ઉવ.૧૯, સુનીલભાઇ ભગાભાઇ ડાંગરોચા ઉવ.૨૦, સાગરભાઇ રમેશભાઇ ડાંગરોચા ઉવ.૨૩ રહે. બધા આરોપીઓ વીરપર તા.વાંકાનેરને રોકડા ૧૨,૬૦૦/- સાથે તથા બીજા વિરપર ગામમાં જ બીજા દરોડામાં દૂધની ડેરીથી આગળની શેરીમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા અજય ઉર્ફે કુકો રૂપાભાઇ ડાંગરોચા ઉવ.૨૩, બાબો બેચરભાઇ દેકાવાડીયા ઉવ.૧૮, બેચરભાઇ બચુભાઇ દેકાવાડીયા ઉવ.૨૫, વીજયભાઇ બેચરભાઇ દેકાવાડીયા ઉવ.૨૩, કાળુભાઇ રણછોડભાઇ દેકાવાડીયા ઉવ.૧૮ બધા રહે.વીરપર તા.વાંકાનેરવાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા, પોલીસે તેમની પાસેથી રોકડા ૧૦,૨૦૦/- જપ્ત કર્યા હતા.

જ્યારે સાતમા દરોડામાં ટંકારા તાલુકાના જબલપુર ગામે આવેલ ઈંટોના ભઠ્ઠા પાસે જાહેરમાં તીનપત્તીના જુગારની મહેફિલ જમાવી બેઠેલા દેવરાજભાઇ વાલજીભાઇ નારીયાણા ઉવ.૫૦ રહે.જબલપુર, કાંન્તીભાઇ મગનભાઇ ગણાવા ઉવ.૫૩ રહે.હાલ જબલપુર તા-ટંકારા જી.મોરબી મુળ મધ્યપ્રદેશ રાજ્ય, બાપુભાઇ દરીયાવસિંહ દોહદીયા ઉવ.૩૦ રહે.મેધપર ઝાલા તા.ટંકારા મૂળ રહે મધ્યપ્રદેશ રાજ્ય, ચંદનકુમાર સીબજીભાઇ રાઉત ઉવ.૨૪ રહે.મેધપર ઝાલા મૂળરહે બીહાર રાજ્ય વાળાને રોકડા રૂપિયા ૫,૭૦૦/- સાથે પકડી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે આઠમા જુગારના દરોડાની મળતી વિગતો મુજબ ટંકારા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ઉગમણા ઝાંપા પાસે જાહેરમાં પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહેલા જીગ્નેશભાઇ કાળુભાઇ ઉઘરેજા ઉવ.૩૦, મેરૂભાઇ ભુદરભાઇ સારેસા ઉવ.૨૫ તથા મોતીભાઇ છગનભાઇ જાદવ ઉવ.૫૫ ત્રણેય રહે.ટંકારા ઉગમણાનાકા તા.ટંકારા જી.મોરબીવાળાને રોકડા રૂ.૧૦,૫૦૦/- સાથે ઝડપી લઈ ત્રણેય આરોપીઓ સામે ટંકારા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!