Sunday, August 10, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં અલગ અલગ નવ દરોડામાં આઠ મહિલાઓ સહીત ૩૪ જુગારીઓ ઝડપાયા

મોરબી જિલ્લામાં અલગ અલગ નવ દરોડામાં આઠ મહિલાઓ સહીત ૩૪ જુગારીઓ ઝડપાયા

મોરબીમાં જુગાર રમતા ઈસમોનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં મોરબી જિલ્લા પોલીસે અલગ-અલગ નવ સ્થળોએ દરોડા પાડી ૮ મહિલાઓ સહીત કુલ ૩૪ જુગારીઓને પકડી પાડવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા પૂર્વ બાતમીને આધારે જુગારના બે જુદા-જુદા દરોડા પાડી જુગાર રમતી કુલ ૮ મહિલાઓને ઝડપી લેવામાં આવી છે. જેમાં પ્રથમ દરોડામાં ભાગ્યલક્ષ્મી મેઇન શેરી વિસ્તારમાં ૪ મહિલાઓને જુગાર રમતા રંગે હાથ પકડી લેવામાં આવી હતી. જેમાં રીનાબેન કુંડારીયા, રંજનબા જાડેજા, જશુબા ઝાલા અને જોશનાબેન સોલંકીને રોકડા રૂ.૧૦,૧૪૦/- સાથે અટકાયત કરવામાં આવી હતી. જ્યારે બીજા દરોડામાં ભાગ્યલક્ષ્મી મહાદેવ મંદિર પાસે તીનપત્તિનો જુગાર રમતી ૪ મહિલાઓ રોકડા રૂ. ૧૦,૩૬૦/- અને જુગારના સાધનો સાથે ઝડપાઈ હતી. આ મહિલાઓમાં સેજલબેન પનારા, ગીતાબેન પોપટીયા, ભારતીબેન ડાંગર અને સોનલબેન ગૌસ્વામીનો સમાવેશ થાય છે. પોલીસે બંને સ્થળોએથી કુલ ૮ મહિલા આરોપીઓને ઝડપી લઈને જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

જયારે માળીયા (મી.) પોલીસની ટીમે બાતમીને આધારે રોહીશાળા ગામની સીમમા ખુલ્લા મેદાનમા રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા પ્રવીણભાઇ પ્રભુભાઇ કાલરીયા, જયંતીભાઇ જગજીવનભાઇ બાપોદરીયા, રતિલાલભાઇ જગજીવનભાઇ કાલરીયા, સુમીતભાઇ સુરેશભાઇ પટેલ અને બળદેવભાઇ જીવરાજભાઇ કૈલાને રોકડા રૂપીયા ૩૪,૭૦૦/-ના મુદામાલ સાથે પકડી લેવામાં આવ્યા હતા. હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શહેરમાં કબીર ટેકરી મેઈન રોડ ઉપર જુગારની મહેફિલ માંડી બેઠેલા ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા, ત્યારે પોલીસે સ્થળ ઉપરથી રૂપિયાની હારજીતનો જુગાર રમતા કમલેશભાઇ ચંદુભાઈ સુરેલા, વિપુલભાઇ મોહનભાઇ માનસુરીયા, લાલજીભાઇ શંકરભાઇ કગથરા તથા કરણભાઈ રમેશભાઇ અગેચણીયા કોળીને રોકડા રૂ.૧૧,૨૭૦/- તથા જુગાર રમવાના સાહિત્ય સહિતના મુદ્દામાલ સાથે પકડી લઈ તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા દરોડામાં હળવદ પોલીસને બાતમી મળેલ કે, દિઘડિયા ગામની સીમમાં દિઘડિયાથી સપકડા ગામ જવાના રસ્તે અર્જુનસિંહની વાડીના શેઢે અમુક ઈસમો જુગાર રમે છે. જેથી તુરંત બાતમી મુજબના સ્થસલ રેઇડ કરતા જ્યાં તીનપત્તિના જુગારની મજા માણી રહેલ પેમાભાઈ રાણાભાઇ ઇંદરીયા, ઉમેદભા નરસીંગભા ગઢવી, ભરતભાઈ પરષોતમભાઈ કગથરા, ભરતભાઈ કુકાભાઇ ઇંદરીયા તથા ભીમાભાઇ રાણાભાઇ ઇંદરીયા (તમામ રહે દિઘડિયા ગામ તા.હળવદ)ને પોલીસે રોકડ રૂ.૧૮,૫૦૦/- સાથે પકડી લઈને તમામ આરોપીઓ સામે હળવદ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

ટંકારા તાલુકાના છત્તર, સજનપર તથા ગણેશપર ગામે પોલીસ દ્વારા જુગાર અંગે ત્રણ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ જુગારના દરોડામાં ટંકારા પોલીસે પૂર્વ બાતમીને આધારે છત્તર ગામે દેવીપૂજકવાસમાં જુગાર રમતા સંજયભાઇ હકાભાઇ ટોળીયા, મનોજભાઈ હકાભાઇ ટોળીયા, મનુભાઈ લધુભાઇ ટોળીયા, હીતેશભાઈ હકાભાઈ ટોળીયા (ચારેય રહે. દેવીપૂજક વાસ છત્તર ગામ તા.ટંકારા)ને રોકડા રૂ.૧૫,૪૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે બીજા જુગારના દારોડાની પ્રાપ્ત વિગતો અનુસાર, ટંકારા તાલુકાના સજ્જનપર ગામે રાતળીયાના માર્ગે આવેલ મનીષભાઈની વાડીની ઓરડીમાં વાડી-માલીક બહારથી માણસો બોલાવી જુગાર રમવાના સાધનો અને સવલતો પુરી પાડી જુગારનો અખાડો ચલાવતો હોવાની મળેલ બાતમીને આધારે ટંકારા પોલીસે વાડીની ઓરડીમાં રેઇડ કરતા તીનપત્તિનો જુગાર રમી રહેલ મનિષભાઈ જીવરાજભાઈ ગોઘાણી, મયુરભાઈ હરજીવનભાઈ છત્રોલા, પિયુષભાઈ મનસુખભાઈ સાણજા, સુમીતભાઈ શાંતીલાલ જીવાણી તથા કલ્પેશભાઇ રામજીભાઈ રાંકજાને રોકડા ૧,૬૫,૦૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. જયારે જુગારના ત્રીજા દરોડામાં ટંકારા તાલુકાના ગણેશપર ગામે જાહેર શેરીમાં તીનપત્તિનો જુગાર રમતા વિક્રમભાઇ કુંભાભાઇ છીપરીયા, સાગરભાઇ સુરેશભાઈ છીપરિયા તથા જસમતભાઈ રધુભાઈ સાડમીયા (તમામ રહે.ગણેશપર તા.ટંકારા)ને ટંકારા પોલીસે રોકડા રૂ.૮,૩૩૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. હાલ ટંકારા પોલીસે જુગાર અંગેના અલગ અલગ ત્રણ દરોડામાં પકડાયેલ ૧૨ જુગારીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!