મોરબી હિંદુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન તેઓને બાતમી મળતા તેઓએ બાતમીના આધારે બે અલગ-અલગ સ્થળોએથી બોલેરો તથા આઇસરમાં લઈ જવાતા 35 જીવોને બચાવી લેવામાં આવ્યા છે. અને બંને સ્થળોએથી કુલ ચાર ઈસમોને પકડી પોલીસ હવાલે કરવામાં આવ્યા છે.
પ્રથમ દરોડામાં, મોરબી હિંદુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીની ટીમ ગત તા.14/3/2024 ગુરુવારના રોજ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કચ્છથી બોલેરો GJ.03..BT..0619માં પશુ ભરીને કચ્છથી રાજકોટ કતલખાને લઇ જવામાં આવતા હોવાની બાતમી મળતા વોચ ગોઠવી હતી અને મોરબી બાયપાસ પાસે બોલેરોને ઝડપી લીધી હતી જે બોલેરો ગાડીમાં ક્રુરતાપૂર્વક દોરડાથી બાંધીને ૧૨ પશુ રાખવામાં આવેલ હોય જે પશુને બચાવી લઈને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકે વાહન અને મુદામાલ તેમજ બે ઇસમોને સોપવામાં આવ્યા હતા. જે કામગીરીમાં કમલેશભાઈ બોરીચા, ચેતનભાઈ પાટડીયા, વૈભવભાઈ પટેલ, યશભાઈ વાઘેલા, જીતુભાઈ સેતા, જયરાજસિંહ ઝાલા, જયરાજભાઈ ગોહિલ, હિતરાજસિંહ પરમાર, મીતભાઈ, હરેશભાઈ ચૌહાણ, હિરેનભાઈ વ્યાસ, રઘુભાઈ ભરવાડ, ધનરાજસિંહ પરમાર, રણછોડભાઈ બાવળા, પાર્થભાઈ પટેલ, માલાભાઈ થાન, ગજેન્દ્રભાઈ બાબરા સહિતની ટીમ જોડાયેલ હતી.
બીજા દરોડામાં, મોરબી હિંદુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીની ટીમ દ્વારા આજે વહેલી સવારે 3:00 વાગે બાતમીના આધારે કચ્છ કન્યા બેથી GJ-01-HT-5615 નંબરની આઇસરમાં અમદાવાદમાં કતલખાને લઈ જવામાં આવી રહ્યું હોય જેના પર માળીયા વોચ રાખી ગાડી ત્યાંથી પસાર થતા તેને રોકી આઇસરમાં ક્રુરતાપૂર્વક દોરડાથી બાંધીને 23 પશુ રાખવામાં આવેલ હોય જે પશુને બચાવી લઈને માળીયા મી. પોલીસ મથકે વાહન અને મુદામાલ તેમજ બે ઇસમોને સોપવામાં આવ્યા હતા. જે કામગીરીમાં માળીયા PSI દ્વારા ખુબ સારો સહયોગ આપવામાં આવ્યો હતો. તેમજ આ રેડને સફળ બનાવવા તેમાં કમલેશભાઈ બોરીચા, ચેતનભાઇ પાટડીયા, વૈભવભાઈ પટેલ, યશભાઈ વાઘેલા, જયરાજસિંહ ઝાલા, પાર્થભાઈ પટેલ, મીતભાઈ, જયદીપભાઇ ભલ ગામડિયા, પંકજસિંહ પરમાર, હરેશભાઇ ચૌહાણ, હિરેનભાઈ વ્યાસ, રઘુભાઈ ભરવાડ, વિપુલ, ધનરાજસિંહ પરમાર, રણછોડભાઈ બાવળા, માલાભાઈ, ગજેન્દ્રભાઈ તેમજ મોરબી ચોટીલાની લીંબડીના ગૌરક્ષકો જોડાયા હતા.