વાંકાનેરના ચંદ્રપુર નજીક બસ સ્ટેન્ડ પાછળ સો વારીયામાં સમીર સિપાઈના રહેણાંક મકાનમાં વાંકાનેર સીટી પોલીસ ટીમે રેઇડ કરી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૮૦ મીલી.ની ૩૫ નંગ બોટલ કિ.રૂ.૫ હજાર ઝડપી લેવામાં આવી છે, આ સાથે આરોપી સમીરભાઈ અબ્દુલભાઇ સિપાઈ રેઇડ દરમિયાન હાજર નહીં મળી આવતા, તેને ફરાર દર્શાવી વાંકાનેર સીટી પોલીસે આગળની તપાસ ચલાવી આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.