Tuesday, January 7, 2025
HomeGujaratમોરબીમાં અલગ અલગ ૧૦ જુગારની રેઇડમાં ચાર મહિલા સહિત ૩૫ ઝડપાયા

મોરબીમાં અલગ અલગ ૧૦ જુગારની રેઇડમાં ચાર મહિલા સહિત ૩૫ ઝડપાયા

મોરબી પોલીસ દ્વારા વિવિધ પોલીસ મથક ટીમ દ્વારા અલગ અલગ ૧૦ સ્થળોએ જુગારની રેઇડ કરવામાં આવી છે. જેમાં મોરબી શહેર, ગ્રામ્ય તથા વાંકાનેર, ટંકારા તેમજ માળીયા(મી) માંથી તીનપત્તીનો તથા વર્લીફીચર્સના આંકડાનો જુગાર રમતા ૪ મહિલા સહિત ૩૫ જુગારીઓની અટકાયત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબીના વીસીપરા વિજયનગર શેરી નં.૧માં તીનપત્તીનો જુગાર રમતા (૧)રફીકભાઇ નુરમામદભાઇ જામ ઉવ.૨૬ રહે.લાતી પ્લોટ જોન્સનગર શેરી નં.૮ મોરબી, (૨)મનોજભાઇ ગોવિંદભાઇ ચૌહાણ ઉવ.૨૭ રહે.ભીમરાવનગર આંબેડકર સ્કુલની બાજુમાં મોરબી,(૩)પ્રકાશભાઇ ઉર્ફે વિપુલભાઇ કલાભાઇ ચૌહાણ ઉવ.૨૯ રહે.રોહીદાસપરા મોરબી તથા (૪)ઇકબાલભાઇ અબુભાઇ સુમરા ઉવ. ૪૦ રહે.નવલખી રોડ રણછોડનગર-૨ મોરબીવાળાને રોકડા ૧૦,૬૨૦/-સાથે પકડી લેવામાં આવ્યા હતા. જ્યારે બીજા દરોડામાં મોરબીના ત્રાજપર ગામે અવેળા પાસે પત્તા ટીચતા (૧)જગદીશભાઇ ઉર્ફે જયેશ આમદાભાઇ આલ ઉવ.૨૪ રહે-વાવડીરોડ રાધાપાર્ક મોરબી, (૨)અંજનાબેન ઉર્ફે અંજુ હસુભાઇ રામાનુજ ઉવ.૩૦ રહે-દરબારગઢ પારેખ શેરી મોરબી, (૩)જયશ્રીબેન દીલીપભાઇ સારલા ઉવ.૩૬ રહે-યમુનાનગર મોરબી,(૪)ખાતીજાબેન અબ્બાસભાઇ ભટ્ટી ઉવ.૪૦ રહે-સુરેન્દ્રનગર, ખાટકીવાસ, (૫)રેખાબેન દેવશીભાઇ સુરેલા ઉવ.૩૦ રહે-વીસીપરા ઝલઝલા પાનની બાજુમા મોરબીને રોકડ રૂ.૧૧,૧૦૦/-સાથે બી ડિવિઝન પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી. જુગારના ત્રીજા દરોડામાં મોરબી-૨ મહેન્દ્રનગર મફતીયાપરામાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમી રહેલા (૧)કિશોરભાઇ ભાગીરથભાઇ આમેણીયા ઉવ.૪૫, (૨)અશ્વિનભાઇ ગોપાલભાઇ કુંઢીયા ઉવ.૨૦, (૩)સચિનભાઇ ગોપાલભાઇ કુંઢીયા ઉવ.૨૨, (૪)રાહુલભાઇ કિશોરભાઇ આમેણીયા ઉવ.૨૩ ચારેય રહે.મોરબી-૨ મહેન્દ્રનગર મફતીયાપરા,(૫)રાજુભાઇ સવશીભાઇ દેલવાણીયા ઉવ ૨૪ રહે મોરબી-૨ ઘુટુ આઇટીઆઇ પાસેને રૂપિયા ૪,૮૮૦/-રોકડ રકમ સાથે પકડી લેવામાં આવ્યા છે.

જ્યારે ચોથા દરોડામાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે મચ્છોનગરમાં તાલુકા પોલીસે રેઇડ કરી જુગાર રમતા ૧)સંજયભાઇ માવજીભાઇ મકવાણા ઉવ.૩૫, ૨)કિશનભાઇ ચંદુભાઇ હળવદીયા ઉવ.૩૫, ૩)દિલીપભાઇ સુખાભાઇ ચાડમીયા ઉવ.૩૫, ૪)પ્રફુલભાઇ માનસીંગભાઇ કુંઢીયા ઉવ.૩૬, ૫)દિનેશભાઇ કરશનભાઇ મકવાણા ઉવ.૪૫ બધા રહે.મચ્છોનગર રફાળેશ્વર તા.જી.મોરબીવાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. તેની પાસેથી રૂ.૬,૧૦૦/-કબ્જે કર્યા હતા. પાંચમા દરોડામાં મોરબી તાલુકાના ઝીંઝુડા(સોલંકીનગર)ગામે તાલુકા પોલીસે રેઇડ કરતા પાણીના ટાંકા પાસે જુગારની મહેફિલ માંડી તીનપત્તીનો જુગાર રમી રહેલા ૧)જયંતીભાઇ મઘાભાઇ રાઠોડ ઉવ-૪૨ તથા ૨)હસમુખભાઇ જયંતીભાઇ રાઠોડ ઉવ-૨૫, ૩)દીનેશભાઇ ઉર્ફે કારો ઉર્ફે દરબાર ચતુરભાઇ રાઠોડ ઉવ-૨૬ ત્રણેય રહે.સોલંકીનગર ઝીંઝુડા તા-જી મોરબીવાળાને રૂ.૯૦૦/-સાથે પકડી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે છઠ્ઠા દરોડામાં માળીયા(મી)ના ખાખરેચી ગામે ખાદી પ્લોટ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગારની મજા માણી રહેલા (૧)ફીરોજભાઈ કરીમભાઈ પલેજા ઉવ-૩૪ (૨)સુનીલભાઈ બાબુભાઈ સંખેસરીયા ઉવ-૩૧ બંને રહે.ખાખરેચી ગામ તા.માળીયા મીં. ને રોકડા રૂ.૧,૨૫૦/-સાથે ઝડપી લેવાયા હતા. સાતમા દરોડામાં માળીયા(મી) ગામે મેઈન બજારમાં આવેલ શેરીમાં ગંજીપત્તાના પત્તા વડે જુગાર રમતા ત્રણ ઈસમો જેમાં (૧)ઈકબાલ હારુનભાઈ કટીયા ઉવ.૪૧ ધંધો મજુરી રહે.માળીયા મીં. દાવલશાપીરની દરગાહ પાસે, (૨)ફતેમામદભાઈ તાજમામદભાઈ જામ ઉવ.૩૧ રહે.માળીયા મીં. કોબાવાંઢ તથા (૩)બાબુભાઈ ડાયાભાઈ પરસોંડા ઉવ ૪૯ રહે.માળીયા મીં. કોળીવાસવાળાને પકડી લઈ તેમની પાસેથી રોકડા રૂ.૧,૬૦૦/-જપ્ત કર્યા હતા. જ્યારે આઠમાં દરોડામાં વર્લીફિચર્સના આંકડાનો જુગાર રમી રહેલા દોસમામદ મહમદભાઇ કટીયા જાતે.મીયાણા ઉ.વ.૪૭ ધંધો.મજુરી રહે.જુના રેલ્વે સ્ટેશનવાળાને માળીયા(મી) પોલીસે વાડા વિસ્તારમાંથી અલગ અલગ ચિઠ્ઠીમાં વર્લીમટકાના આંકડા લખી નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લઈ તેની પાસેથી રોકડ રૂ.૩૪૦/- કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત નવમાં દરોડાની મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના દેવળીયા ગામે ખરાબાની ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગારની બાઝી માંડી બેઠેલા (૦૧)વિજયભાઇ સવશીભાઇ રાઠોડ ઉવ-૪૩ રહે.ખાખરા તા.ટંકારા, (૦૨)કમલેશભાઇ વીરજીભાઇ ગરસોંદીયા ઉવ-૫૪ રહે.ખોડાપીપર તા.પડધરી, (૦૩)મગનભાઇ વાલજીભાઇ નારીયાણા ઉવ-૫૩ રહે.જબલપુર તા.ટંકારા, (૪)ભાવેશભાઇ મનસુખભાઇ રાજપરા ઉવ-૩૬ રહે.ઓટાળા તા.ટંકારા તથા (૫)રમેશભાઇ વાઘજીભાઇ સીણોજીયા ઉવ-૫૪ રહે.ઓટાળા તા.ટંકારાને રોકડા ૫૧,૨૦૦/-સાથે પકડી પાડી તમામ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

જ્યારે દસમાં દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસને મળેલ બાતમીને આધારે માટેલ રોડ ઉપર તુલસી પેટ્રોલપંપ નજીક તીનપત્તીનો હાટળો માંડી પૈસાની લેતી દેતીનો જુગાર રમતા (૧) સંજયભાઇ લવીંગભાઇ મંદુરીયા ઉવ.૨૮ રહે.હાલ-સરતાનપર રોડ સેન્સો ચોકડી પાસે ઝુંપડામાં મુળગામ-રાજકોટ મોટા મૌવા તથા (ર)અજુભાઇ વેરશીભાઇ માથાસુરીયા ઉવ.૩૬ રહે.હાલ-સરતાનપર રોડ સેન્સો ચોકડી પાસે ઝુંપડામાં મુળગામ-મદારગઢ તા.સાયલા જી.સુરેન્દ્નનગરવાળાને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા ૧,૬૦૦/-કબ્જે લઈ બંને વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!