મોરબીના જેતપર રોડ ઉપર પાવડીયાળી શાક માર્કેટ પાછળ રાખેલ કેબીનમાંથી દેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો તાલુકા પોલીસ ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો છે, જેમાં પૂર્વ બાતમીને આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે રેઇડ કરીને છાપરાની બાજુમાં રાખવાના આવેલ બંધ કેબીનમાંથી ૭૦ હજારની કિંમતનો દેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે કેબીન-ધારક આરોપી સ્થળ ઉપર હાજર મળી આવેલ ન હોય જેથી પોલીસે તેને ફરાર જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે.
મોરબી તાલુકા પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે આરોપી ઇકબાલ માણેક કચ્છવાળો જેતપર રોડ ઉપર પાવડીયાળી શાકમાર્કેટ પાછળ પોતાની માલીકીની કેબીનમાં ગેરકાયદેસર દેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જે બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડતા જ્યાં બંધ કેબીનમાંથી ૭ અલગ અલગ પ્લાસ્ટિકના બાચકામાંથી ૩૫૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૭૦ હજાર ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે દરોડા દરમિયાન આરોપી ઇકબાલ ગુલમામદ માણેક હાલ રહે. વીસીપરા મોરબી મૂળ રહે.શિકારપુર તા. ભચાઉ કચ્છ વાળો હાજર નહિ મળી આવતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.