Saturday, February 28, 2026
HomeGujaratહળવદના ચરાડવા ગામે ઍક્સેસ મોપેડમાંથી વિદેશી દારૂની ૩૬ બોટલ ઝડપાઈ, આરોપી બાવળની...

હળવદના ચરાડવા ગામે ઍક્સેસ મોપેડમાંથી વિદેશી દારૂની ૩૬ બોટલ ઝડપાઈ, આરોપી બાવળની કાંટમાં ગાયબ

હળવદ તાલુકાના ચરાડવા ગણે જીઈબી સબ સ્ટેશન નજીક પોલીસે એક મોપેડમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૨૬ બોટલ ઝડપી લેવામાં આવી હતી. જ્યારે પોલીસને દૂરથી આવતા જોઈ લિસ્ટેડ આરોપી બાવળની કાંટનો લાભ લઇ નાસી છૂટ્યો હતો.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર, હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે, આરોપી આમીન અનવરભાઈ કાજેડીયા ચરાડવા ગામે જીઈબી સબ સ્ટેશન નજીક નંબર પ્લેટ વિનાના ઍક્સેસ મોપેડમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જેથી તુરંત તે સ્થળે રેઇડ કરવામાં આવી હતી, ત્યારે પોલીસને દૂરથી આવતા જોઈ એક ઈસમ બાવળની કાંટમાં ભાગવા જતા, તેને પકડવા પોલીસ ટીમ તેની પાછળ દોડી હતી. પરંતુ બાવળની કાંટનો લાભ લઈને આરોપી આમીનભાઈ અનવરભાઈ કાજેડીયા રહે. ગામ ચરાડવા રાજલનગર તા.હળવદ વાળો ભાગી છૂટ્યો હતો. જ્યારે પોલીસે મોપેડની તલાસી લેતા તેમાં પ્લાસ્ટિકના બાચકામાંથી વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની ૩૬ બોટલ કિ.રૂ.૩૬,૦૦૦/- મળી આવી હતી. જેથી પોલીસે નંબર પ્લેટ વિનાનું ઍક્સેસ મોપેડ કિ.રૂ.૩૦ હજાર સહિત કુલ રૂ.૬૬,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. હાલ હળવદ પોલીસે નાસી ગયેલ આરોપીને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!