Saturday, May 31, 2025
HomeGujaratમોરબીના ઘુંટુ ગામે સીરામીક કારખાનાની લેબર ઓરડીમાંથી વિદેશી દારૂની ૩૬ બોટલ પકડાઈ,...

મોરબીના ઘુંટુ ગામે સીરામીક કારખાનાની લેબર ઓરડીમાંથી વિદેશી દારૂની ૩૬ બોટલ પકડાઈ, આરોપી ફરાર.

મોરબી તાલુકા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે ઘુંટુ ગામ નજીક આવેલ રેસા સીરામીક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રેઇડ કરી હતી, જેમાં ૧૯/ડી નંબરની ઓરડીમાંથી વિદેશી દારૂની ૩૬ બોટલ મળી આવી હતી, દરોડા દરમિયાન મજૂર ઓરડીમાં રહેતો ઈસમ હાજર નહિ મળી આવતા, તેને ફરાર દર્શાવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળી કે ઘુંટુ ગામની સીમમાં આવેલ રેસા સીરામીક કારખાનામાં કામ કરતો અને લેબર ઓરડી નંબર ૧૯/ડી માં રહેતો નથુરામ રાઠોડ પોતાની ઓરડીમાં વિદેશી દારૂની બોટલ રાખી તેનું વેચાણ કરે છે, જે બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે ઉઓરોકટ લેબર ઓરડીમાં રેઇડ કરતા જ્યાંથી વિદેશી દારૂ રોયલ ચેલેન્જની ૩૬ નંગ બોટલ કિ.રૂ.૪૬,૮૦૦/- મળી આવી હતી, જ્યારે આરોપી નથુરામ નાગરભાઈ રાઠોડ દરોડા ડમિયાં હાજર નહીં મળી આવતા તેને ફરાર જાહેર કરી, તેની વિરુદ્ધ તથા તપાસમાં ખુલ્લે તે આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!