માળીયા(મી) પોલીસ ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે વાધરવા ગામની સીમમાં ચીખલી ગામના બુટલેગરની જગ્યાએ રેઇડ કરી દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો ૩૬૦૦ લીટર તેમજ ૧૫૦ લીટર દેશી દારૂનો જંગી જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો, રેઇડ દરમિયાન બંને આરોપીઓ હાજર મળી ન આવતા, તેની અટક કરવા માળીયા(મી) પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
માળીયા(મી) સર્વેલન્સ પોલીસ ટીમ નાઇટ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પો.કોન્સ બીપીનભાઇ પરમાર તથા રાયમલભાઇ નાનજીભાઇનાઓને મળેલ હકીકતના આધારે માળીયા(મી) તાલુકાના વાધરવા ગામની સીમમાં આરોપી આરીફભાઇ અબ્દુલભાઇ સામતાણી તથા આરોપી નવઘણભાઇ જુગાભાઇ દેગામા રહે.બન્ને ચીખલી ગામ વાળાની દેશીદારૂ ઉતારવા વાળી જગ્યાએ રેઇડ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે સ્થળ ઉપરથી દેશીદારૂ લીટર ૧૫૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૩૬૦૦ સહિત કુલ રૂ.૧.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જ્યારે દરોડા દરમિયાન આરોપીઓ સ્થળ ઉઓર હાજર નહીં મળી આવતા તેને ફરાર દર્શાવી બન્ને આરોપીઓને પકડી લેવા તપાસની તજવીજ હાથ ધરી છે.