મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે વજેપર શેરી નં.૧૧ માં આવેલ રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ૩૭ બોટલ ઝડપી લેવામાં આવી છે, જ્યારે આરોપી રેઇડ દરમિયાન હાજર નહિ મળી આવતા તેને પોલીસે ફરાર જાહેર કરી, ધીરણસરની જરીવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, મોરબી શહેરના વજેપર શેરી નં. ૧૧ માં રહેતો હાર્દિક ઉર્ફે મદન પોતાના રાગેનાનક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે જે મુજબની બાતમીને આધારે સિરી એ ડિવિઝન પોલીસ ટીમે ઉપરોક્ત રહેણાંકમાં રેઇડ કરી હતી, ત્યારે પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની ૭૫૦મીલી. ની ૧૯ નંગ બોટલ તેમજ ૧૮૦મીલી.ની ૧૮ બોટલ એમ કુલ ૩૭ બોટલ કિ.રૂ.૧૫,૦૫૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, દરોડા દરમિયાન આરોપી હાર્દિક ઉર્ફે મદન પ્રભુભાઈ ગજરા હાજર મળી ન આવતા, પોલીસે તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરીને, તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી તેને પકડી લેવા તપાસની તજવીજ શરૂ કરી છે.