વાંકાનેર સીટી પોલીસને બાતમી મળેલ કે, આરોપી મોહીન ઉર્ફે મોંટી ઉસમાનભાઈ હાલા પોતાના મિલ પ્લોટ ડબલ ચાલી વિસ્તારમાં આવેલ મકાનની છત ઉપર વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જેથી તુરંત ઉપરોક્ત સ્થળે પોલીસે રેઇડ કરતા વિદેશી દારૂની ૩૭ બોટલ કિ.રૂ.૪૮,૧૦૦/-મળી આવી હતી. દરોડા દરમિયાન આરોપી મોહીન ઉર્ફે મોંટી ઉસમાનભાઈ હાલા હાજર મળી નહીં આવતા પોલીસે તેને ફરાર દર્શાવી તેને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.









