મોરબી શહેરમાં નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલ છાત્રાલય રોડ ઉપર ચંદ્રેશનગરમાં ભાડેના રહેણાંક મકાનમાં એ ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે રેઇડ કરતા, જ્યાંથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડ અને ક્ષમતાની ૩૭ નંગ બોટલ મળી આવી હતી, જ્યારે રેઇડ દરમિયાન આરોપી હાજર નહિ મળતા પોલીસે તેને ફરાર જાહેર કરીને આગળની તપાસ ચલાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમીયાન ખાનગીરાહે બાતમી મળેલ કે કેતન ઉર્ફે કાનભા બારહટ રહે. વાવડી રોડ ગાયત્રીનગર વાળો, નવા બસ સ્ટેન્ડ નજીક છાત્રાલય રોડ ઉપર ચંદ્રેશનગરમાં ભાડેના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોય, જે બાતમીને આધારે એ ડિવિઝન પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો, ત્યારે ચંદ્રેશનગરમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાન્ડની નાની-મોટી ૩૬૭ નંગ બોટલ કિ.રૂ.૯,૦૮૦/-મળી આવી હતી, જ્યારે આરોપી કેતન ઉર્ફે કાનભા મહેન્દ્રદાન બારહટ રહે. મોરબી વાવડી રોડ ગાયત્રીનગર વાળો પોલીસની રેઇડ દરમિયાન હાજર મળી આવેલ ન હોય જેથી તેને ફરાર દર્શાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે