Thursday, November 14, 2024
HomeGujaratમાળીયા(મી) નજીક મૂર્તિઓની આડમાં લઈ જવાતો ૩૯૬ પેટી દારૂ ઝડપાયો:દારૂ-ટ્રક મોકલનાર શખ્સો...

માળીયા(મી) નજીક મૂર્તિઓની આડમાં લઈ જવાતો ૩૯૬ પેટી દારૂ ઝડપાયો:દારૂ-ટ્રક મોકલનાર શખ્સો વિદેશી કોડ વાળા મોબાઈલ નંબર વાપરતા હોવાનું સામે આવ્યુ

માળીયા (મી)પોલીસે વિદેશી દારૂ સાથે એકને પકડી પાડ્યો, અન્ય બેના નામ ખુલ્યા

- Advertisement -
- Advertisement -

મોરબી:માળીયા મીયાણા પોલીસને વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવાની મોટી સફળતા મળેલ છે. જેમાં બાતમીના આધારે માળીયા પોલીસે અશોક લેલન્ડ ટ્રકમાં પી.ઓ.પીની ટુટેલ ફુટેલ મુર્તીઓની આડમાં છુપાવી દીલ્હીથીથી મુન્દ્રા લઇ જવાતા વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક આરોપીને પકડી લીધો હતો. અન્ય બેના નામો બહાર આવેલ છે.

 

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં દારૂ,જુગારની પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા તેમજ દારૂ જુગારની બદ્દી સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય જેથી મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ તથા ઇન્ચાર્જ સી.પી.આઇ.વિરલ પટેલના માર્ગદર્શન હેઠળ માળીયા(મી) પોલીસ સ્ટાફના માણસો કાર્યરત હતા તે દરમ્યાન માળીયા (મી) પોલીસને બાતમી મળેલ કે અમદાવાદ તરફથી માળીયા મિ. તરફ અશોક લેલન ટ્રકમાં પી.ઓ.પીની ટુટેલ ફુટેલ મુર્તીઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લવાઈ રહ્યો છે જેથી પોલીસે વોચ ગોઠવી આ ટ્રકને રોકીને તલાશી લેતા પી ઓ પી ની તૂટેલ ફૂટેલ મૂર્તિ ની આડમાં ઇંગલિશ દારૂની હેરાફેરી કરતા એક ઇસમને ગોમારામ બગતારામ જાખડ (ઉ.વ. ૨૯ ધંધો.ડ્રાઇવીંગ રહે.સનાવળા જાખડો કી ધાણી તા.જી.બાડમેર રાજસ્થાન) વાળાને મેકડોવેલ્સ નં.૦૧ કલાસીક બ્લેન્ડ વ્હીસ્કીની ઓરીજનલ બોટલો નંગ-૩૧૩૨ કિ.રૂ.૧૧,૭૪,૫૦૦, રોયલ સ્ટગ રીજર્વ વ્હીસ્કીની બોટલો નંગ-૧૬૨૦ કિ.રૂ.૬,૪૮,૦૦૦, મળી કુલ ૩૯૬ પેટી દારૂ અને અશોક લેલેન્ડ કંપનીની ટ્રક નંબર GJ-06-2-6377 જેની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦ મોબાઇલ ફોન-૦૧ કિ.રૂ.૫૦૦૦ તથા રોકડા રૂપીયા-૩૦૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૨૮,૩૦,૫૦૦ નો મુદામાલ સાથે ઝડપી પાડેલ હતો. આ દારૂની હેરાફેરી કરવા ટ્રક આપનાર સ્વરૂપ પરીહાર (રહે.કલ્યાણપુર જી.બાડમેર રાજસ્થાન) અને માલ મોકલનાર લક્ષ્મીનારાયણના નામ ખુલ્યા છે અને આ બન્ને નામ ખૂલેલ સખશોના મોબાઈલ નંબર પણ મળ્યા છે પરંતુ તે મોબાઈલ નંબર વિદેશી કોડ વાળા હોવાથી કોઈ એપ્લિકેશન માધ્યમથી ફોન કરતાં હોય એવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે.

આ કામગીરી માં માળીયા (મી) પીએસઆઇ બી. ડી.જાડેજા, ક્રિપાલ સિંહ ચાવડા, વિશ્વરાજ સિંહ ઝાલા,સંજયભાઈ બાલાસરા, મહેન્દ્રસિંહ ચુડાસમા, દશરથસિંહ જાડેજા, વનરાજસિંહ રાઠોડ, રાજેન્દ્રસિંહ સોલંકી તથા દેવેન્દ્રસિંહ જાડેજા સહિતના જોડાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!