Tuesday, October 7, 2025
HomeGujaratમોરબીમાં ફોર વ્હીલર આપવાના બહાને ૪.૩૫ લાખની છેતરપીંડી, ફરિયાદ નોંધાઈ

મોરબીમાં ફોર વ્હીલર આપવાના બહાને ૪.૩૫ લાખની છેતરપીંડી, ફરિયાદ નોંધાઈ

મોરબી શહેરના મહેન્દ્રનગર વિસ્તારમાં ફોર વ્હીલ આપવાના બહાને એક વ્યક્તિ સાથે ૪.૩૫ લાખ રૂપિયાની છેતરપીંડી કરાઈ હોવાનું સામે આવ્યું છે. હાલ ભોગ બનનાર દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફરિયાદ મુજબ, ફરીયાદી ખોડિદાસભાઈ રમેશભાઈ પરમાર ઉવ.૩૨ રહે. વાઘપરા શેરી નં.૬ મોરબી વાળાએ જણાવ્યું છે કે, આરોપી અર્પીતકુમાર પટેલ મોબાઈલ નં.૮૭૩૪૮ ૩૩૨૭૬ વાળાએ તેમને “કાર ૨૪” કંપનીના નામે આઇ.૨૦ ફોર વ્હીલ કાર આપવાની ખાતરી આપી વિશ્વાસમાં લઈ ગઈ તા.૨૮ માર્ચ ૨૦૨૫ના રોજ આરોપીએ વી. પટેલ આગળીયા મહેન્દ્રનગર ખાતે આવેલ બીલ્વા કોમ્પલેક્ષ મારફતે રૂ. ૪,૩૫,૦૦૦/-ની રકમ આંગળીયું કરાવી, આરોપીએ ન તો કાર આપી કે ન તો પૈસા પરત આપ્યા, જેથી છેતરપીંડીનો ભોગ બનેલા ફરીયાદીએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ઉપરોક્ત આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાત/છેતરપિંડી અંગેની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!