Saturday, December 28, 2024
HomeGujaratતહેવાર ટાણે બંધાણીઓની પ્યાસ બુજાવવા બુટલેગરો બેફામ: વાંકાનેર બાઉન્ડ્રી નજીક બોલેરોમાંથી 4.56...

તહેવાર ટાણે બંધાણીઓની પ્યાસ બુજાવવા બુટલેગરો બેફામ: વાંકાનેર બાઉન્ડ્રી નજીક બોલેરોમાંથી 4.56 લાખનો દારૂ ઝડપાયો

દિવાળી અને નૂતન વર્ષના આગમનને પગલે પ્યાસીઓની પ્યાસ બુજાવવા બુટલેગરો અવનવા પેતરા રચી રહ્યા છે બીજી બાજુ પોલીસ પણ રીતસરની મેદાનમાં ઉતરી બુટલેગરો સામે કાર્યવાહી કરી રહી છે ત્યારે આજે વાંકાનેર બાઉન્ડ્રી ખાતેથી બોલેરો પીકઅપ વાહનમાંથી અંગ્રેજી દારૂની 374 બોટલો કી.રૂ. ૪,૫૬,૦૦૦ તથા સહિત ૯,૬૧ લાખના મુદામાલ સાથે મોરબી એલસીબીએ એક આરોપીને દબીચી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

અમદાવાદથી રાજકોટ તરફ જતી બોલેરો પીકઅપ વાહન નં . GJ – 27 – X – 7768 માં અંગ્રેજી દારૂનો જંગી જથ્થો ભરેલ હોય જેની પોલીસને બાતમી મળતા પોલીસે વાંકાનેર બાઉન્ડ્રી ખાતે વોચ ગોઠવી હતી આ દરમ્યાન બોલેરો પીકઅપ વાહન નં . GJ – 27 – X – 7768 ગાડી આવતા રોકી ચેક કરતા બોલેરોમાં પુઠ્ઠાના બોકસમાંથી રોયલ ચેલેન્જ ફીનેસ્ટ પ્રિમીયમ વ્હીસ્કીનીબોટલો નંગ -૯૬ કી.રૂ. ૧,૪૪,૦૦૦, રોયલ સ્ટેગ રીઝર્વ વ્હીસ્કીનીબોટલો નંગ -૧૫૦ કી.રૂ. ૧,૮૦,૦૦૦, મેગ્ડોવેલ -૦૧ રીઝર્વ વ્હીસ્કીની બોટલો નંગ -૧૨૦ કી.રૂ. ૧,૨૦,૦૦૦, સીગ્નેચર રેર અગેડ વ્હીસ્કીની બોટલો નંગ -૦૮ કી.રૂ. ૧૨,૦૦૦, બોલેરો પીકઅપ વાહન નં . GJ – 27 – X – 7768 કી.રૂ .૫,૦૦,૦૦૦, મોબાઇલ ફોન નંગ -૦૨ કી.રૂ. ૫,૫૦૦ મળી કુલ કી.રૂ. ૯,૬૧,૫૦૦ના મુદામાલ સાથે બોલેરો ચાલક આરોપી એજાજભાઇ ઇકબાલભાઇ પતાણી સુમરા રહે . રાજકોટ ગોંડલ રોડ , ખોડીયાર નગરવાળાને ઝડપી લીધો હતો. પોલીસે માલ ભરી આપનાર અને મંગાવનાર સહિતનાઓને ઝડપી લેવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરી પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચનાથી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, એ.ડી.જાડેજા, એએસઆઈ સંજયભાઇ પટેલ , રજનીકાંતભાઇ કૈલા, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ ચૌધરી , વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા શકિતસિંહ ઝાલા, સહદેવસિંહ જાડેજા દશરથસિંહ ચાવડા , કોન્સ્ટેબલ . વિક્રમભાઇ કુગસીયા , રણવીરસિંહ જાડેજા , અશોકસિંહ ચુડાસમા સહિતના હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!