વાંકાનેર સીટી પોલીસ મથક વિસ્તારમાં આવતા થાન રોડ ઉપર લુણસરીયા ફાટક નજીક ક્વિડ કારમાં વિદેશી દારૂની ૨૪ બોટલ લઈને નીકળેલ ચાર ઇસમોને સીટી પોલીસે પકડી લીધા હતા, આ સાથે પોલીસે કાર, વિદેશી દારૂનો જથ્થો સહિત રૂ.૧.૮૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે વિદેશી દારૂ આપનારનું નામ ખુલતા તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી પોલીસે કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર સીટી પોલીસ ટીમે મળેલ પૂર્વ બાતમીને આધારે લુણસરીયા ફાટક પાસે વોચમાં હોય તે દરમિયાન રેનોલ્ટ કંપનીની ક્વિડ કાર રજી.નં. જીજે-૦૩-જેઆર-૬૫૩૪ વાળી કાર ત્યાંથી પસાર થતા, તેને રોકી તેની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની ૨૪ બોટલ કિ.રૂ.૩૨,૪૦૦/- મળી આવી હતી, આ સાથે કારમાં સવાર ચાર આરોપી તરૂણ ગજેન્દ્રભાઇ કુબાવત ઉવ.૩૧, સચિન ઉર્ફે ચચો ઉવ-૩૭, મનદિપસિંહ અનિરૂધ્ધસિંહ ઝાલા ઉવ-૨૪ તથા ચેતનસિંહ નાથુભા જાડેજા ઉવ-૨૫ ચારેય રહે- વાંકાનેર ભાટીયા સોસાયટી વાળાની અટકાયત કરવામાં આવી છે, જ્યારે પકડાયેલ ચારેય આરોપીના જણાવ્યા અનુસાર આ વિદેશી દારૂનો જથ્થો થાનગઢ જી.સુ.નગર વાળાએ ભરી આપ્યો હોય, જેથી તેને વોન્ટેડ જાહેર કરી, વાંકાનેર સીટી પોલીસે કાર તથા વિદેશી દારૂ સહિત કિ.રૂ.૧,૮૨,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી ફરાર આરોપીને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે.