હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં આવેલી નર્મદા કેનાલ પરથી પિયત માટે વપરાતી ૫ હોર્સ પાવરની ૪ ઇલેક્ટ્રિક મોટરો અજાણ્યા ચોરોએ ચોરી કરી ગયા અંગે ફરિયાદ મામલે હળવદ પોલીસે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં ધાંગધ્રા બ્રાંચની નર્મદા કેનાલની શક્તિનગર માઇનોર બ્રાંચમાં પિયત માટે લગાવવામાં આવેલી ઇલેક્ટ્રિક મોટરોની ચોરીનો બનાવ સામે આવ્યો છે. આ અંગે ફરિયાદી રમેશભાઇ સોંડાભાઇ પરમાર ઉવ.૪૧ રહે.ગામ શક્તિનગર સુખપર, તા.હળવદ વાળા દ્વારા હળવદ પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાવી કે, ગઈ તા.૦૫/૧૨/૨૦૨૫ના સાંજના ૬ વાગ્યાથી તા.૦૬/૧૨/૨૦૨૫ના સવારે ૯ વાગ્યા દરમિયાન કોઇ પણ સમયે સુખપર ગામની “સગારીયા” તરીકે ઓળખાતી સીમમાં આવેલી નર્મદા કેનાલ પરથી પાંચ હોર્સ પાવરની ઇલેક્ટ્રિક મોટર (દેડકા) કુલ ચાર નંગ કિ.રૂ.૬૦,૦૦૦/-ની કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા ચોરી કરી લઈ ગયા હોય. હાલ હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.









