હળવદ તાલુકાના ઢવાણા ગામે બનેલી દુર્ઘટનામાં મૃતકોના પરિવારને તેમજ,બુટવાડા,ધણાદ,કુલ ૧૦ મુતકોના પરીવારજનો ને CM રાહત ફંડમાંથી રૂ. ૪ લાખની સહાય કચ્છ સાંસદ, સુરેન્દ્રનગર સાંસદ, ધારાસભ્ય સહિતના આગેવાનો ના હસ્તે ચેક અર્પણ કર્યો
હળવદ તાલુકાના ઢવાણા ગામે ૨૫ તારીખ રાત્રે ટ્રેક્ટર દુર્ઘટના માં ૧૭ લોકો તણાયા હતા જેમાંથી નવ લોકોનો બચાવ થયો અને આઠ લોકો ના મોત નિપજયા હતા, જ્યારે હળવદ તાલુકાના અન્ય બે બનાવમાં હળવદ તાલુકાના બુટવડા એક અને ધણાદ ગામે એક મુત્યુ પામેલા બે કુલ ૧૦ મુતકોના પરીવારજનો ને ગુજરાત સરકાર દ્વારા સીએમ રાહત ફંડમાંથી રૂપિયા ચાર- ચાર લાખની સહાય ચુકવવામાં આવી હતી.
આ તકે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ ચંદુભાઈ શિહોરા, હળવદ ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા,મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ પટેલ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી,વલ્લભભાઈ પટેલ, પાટડીના ધારાસભ્ય પી.કે.પરમાર, મોહનભાઈ પરમાર,હળવદ મામલતદાર અલ્પેશભાઈ.જી.સુરાણી, હળવદ તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ સિંધવ, હળવદ પીઆઈ આર ટી વ્યાસ, સહેદેવસિહ ઝાલા,વેલાભાઈ ભરવાડ, રવી પટેલ,ડો અનીલ પટેલ,સહિતના આગેવાનોએ ઢવાણા તમેજ અન્ય મૃતકના પરિવારોજને મુલાકાત કરી સાત્વના પાઠવી ચાર ચાર લાખના ચેક અર્પણ કર્યો હતા.