Friday, January 31, 2025
HomeGujaratટંકારાના વીરપર ગામે તળાવમાં ડૂબી મૃત્યુ પામેલ બે યુવાનોના પરિવારને ચાર લાખની...

ટંકારાના વીરપર ગામે તળાવમાં ડૂબી મૃત્યુ પામેલ બે યુવાનોના પરિવારને ચાર લાખની સહાય ચુકવાઈ

વર્ષ ૨૦૨૪ ના સપ્ટેમ્બર મહિનામાં ટંકારાના વીરપર ગામના તળાવમાં ડૂબી જતાં મોત નીપજ્યા હતા જેમાં બન્ને મૃતકોના પરિવારને રાજયસરકાર દ્વારા ચાર ચાર લાખની સહાય આપવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

ગત તા.૦૧ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ ટંકારા તાલુકાના વિરપર ગામના બે નવયુવાનો ટંકારાના વીરપર ગામના તળાવના સામાકાંઠે રીક્ષા પડી હોય જે લેવા માટે પ્રવીણભાઈ નરશીભાઈ સનારીયા (ઉ.વ.૪૨) અને પ્રેમજીભાઈ ભગવાનજીભાઈ સનારીયા (ઉ.વ.૩૨) બંને કોઝવે પરથી સામાકાંઠે જતા હોય ત્યારે પગ લપસી જતા બંને તળાવના પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યા હતા જે યુવાનોના પરિવારને સરકાર તરફથી રૂપિયા ચાર – ચાર લાખની સહાયનો ચેક પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યો હતો.આ તકે ટંકારા ધારાસભ્ય દુલભજી દેથરીયા ટંકારા તાલુકા પંચાયત ઇન્ચાર્જ ટિડીઓ, મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન ભવાન ભાગિયા,તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અલ્પેશ દલસાણીયા, વિરપર સરપંચ મહેશ લિખિયા,ભાજપ પક્ષના અગ્રણી નેતાઓ અશોક ચાવડા નથુ કડીવાર વંસત માડલીયા રૂપસિંહ ઝાલા ગણેશ પટેલ દિનેશ વાધરિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!