માળીયા(મી) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જુના ઘાટીલા ગામે પ્લોટ વિસ્તારમાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમતા ધીરૂભાઈ સવસીભાઈ ધોરકડીયા ઉવ.૫૦, અજયભાઈ કનુભાઈ ધોરકડીયા ઉવ.૨૦, દલસુખભાઈ નાથાભાઈ ધોરકડીયા ઉવ.૩૫ તથા રાજેશભાઈ પ્રેમજીભાઈ ધોરકડીયા ઉવ.૪૦ રહે. તમામ જુના ઘાટીલા પ્લોટ વિસ્તાર તા.માળીયા(મી) વાળાને રોકડા રૂ.૨,૦૯૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા હતા, આ સાથે પોલીસે ચારેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.