હળવદ તાલુકાના મયુર નગર ગામે બસ સ્ટેન્ડ પાસે અમુક ઈસમો જાહેરમાં ગંજીપત્તાના પણ વડે જુગાર રમતા હોવાની મળેલ બાતમીને આધારે હળવદ પોલીસ ટીમ દ્વારા તે સ્થળે તપાસ કરતા જ્યાં તીનપત્તિના જુગારની મજા માણી રહેલા રફીકભાઈ નુરમહમદ જામ ઉવ.૩૦ રહે. જોહન્સનગર લાતી પ્લોટ શેરી નં. ૮ મોરબી, કૈલાશભાઈ ખોડાભાઈ ઉપસરીયા ઉવ.૩૮ રહે.ગામ જુના ઘાંટીલા તા. માળીયા(મી), ફૈયાજ નુરમહમદ સીપાઈ ઉવ.૩૫ રહે. મોચી બજાર હળવદ તથા બચુભાઈ નારણભાઈ જાકાસણીયા ઉવ.૫૭ રહે. ગામ જુના ઘાંટીલા તા. માળીયા(મી) વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા, આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.૧૪,૧૫૦/- સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.