રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા I/C પોલીસ અધિક્ષક મોરબી પી.એ.ઝાલા તરફથી જિલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ થાય તે સારૂ વધુમાં વધુ પ્રોહિબિશન જુગારના કેસો શોધી કાઢવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે શેરીમાં જાહેરમાં જુગાર રમતા ૪ ઇસમોને રોકડ રૂપીયા ૧૩,૧૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને મળેલ હકીકતનાં આધારે, વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે દુકાન સામે શેરીમાં જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતિ જુગાર રમતા અરવીંદભાઇ ઉર્ફે મનીયો જેસીંગભાઇ ઉડેચા, સવજીભાઇ મેપાભાઇ ફીસડીયા, મનજીભાઇ છગનભાઇ સરાવાડીયા તથા જીલાભાઇ ગોકળભાઇ વીંઝવાડીયા નામના ઇસમો ઉપર રેઇડ કરી કુલ રોકડ રૂ.૧૩,૧૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ઇસમો વિરૂધ્ધ જુગારધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવી આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે.