રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ હંગામી ધોરણે પીએસઆઈ ની ઘટ થતા પોલીસવિભાગમાં ફરજ બજાવતા એએસઆઈને કરાર આધારિત હંગામી ધોરણે મર્યાદિત સમય પૂરતા પીએસઆઈ બનાવવા માટે માહીતી માંગવામાં આવી હતી જેમાં રાજકોટ રેન્જ આઈજી સંદીપ સિંઘ દ્વારા રાજકોટ રેન્જના જુદા જુદા જીલ્લાઓમાં કુલ ૪૦ એએસઆઈ ને પીએસઆઈ તરીકે હંગામી ધોરણે નિમણુંક આપવામાં આવી છે.
જેમાં મોરબી, રાજકોટ ગ્રામ્ય, દેવભૂમિ દ્વારકા ,જામનગર સુરેન્દ્રનગર જીલ્લામાં ફરજ બજાવતા 40 એએસઆઈને પીએસઆઈ તરીકે હંગામી ધોરણે નિમણુંક આપવામાં આવી છે જેમાં મોરબી જિલ્લામાં ફરજ બજાવી રહેલ ત્રણ એએસઆઈ ને પીએસઆઈ બનવવામાં આવ્યા છે જેમાં હળવદ પોલીસમથકમાં ફરજ બજાવતા રાજદીપસિંહ પ્રતાપસિંહ રાણા,મોરબી પોલીસ મથકમાં ફરજ બજાવતા વનરાજસિંહ અગરસિંહ રાણા ,પરાક્રમસિંહ પ્રતાપસિંહ ઝાલાનો સમાવેશ થાય છે જ્યારે હરેશભાઈ જેઠાભાઇ ચાવડા અને ઇન્દ્રવદન મોતીલાલ અજમેરીને એએસઆઈ માંથી પીએસઆઈ તરીકે નિમણુંક આપવામાં આવી છે ત્યારે આગામી સમયમાં જીલ્લા પોલીસવડા દ્વારા પીએસઆઈની ખાલી જગ્યાઓ પર જીલ્લામાં મુકવામાં આવેલા પીએસઆઈ ને પોસ્ટિંગ આપવામાં આવશે આ પોસ્ટિંગ અગિયાર મહિનાના કરાર આધારિત હોય હંગામી ધોરણે નિમણુંક આપેલા પીએસઆઈ અને પોલીસબેડામાં હર્ષની લાગણી જોવા મળી હતી.