ટંકારા પોલીસ ટીમે બાતમીને આધારે સજનપર ગામની સીમમાં જડેશ્વર રોડ ઉપર આવેલ વાડીની ઓરડીમાં રેઇડ કરી વિદેશી દારૂની નાની મોટી ૪૦ નંગ બોટલ ઝડપી લેવામાં આવી હતી. આ સાથે રેઇડ દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી ટંકારા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે સજનપર ગામની સીમમાં જડેશ્વર રોડ ઉપર આવેલ વાડીની ઓરડીમાં રહેતો દિવલ ઉર્ફે દીવાન મૂળ દાહોદ જીલ્લાવાળો પાસ પરમીટ કે આધાર વગર વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું છૂટક વેચાણ કરતો હોય જે મુજબની મળેલ બાતમીને આધારે ઉપરોક્ત સ્થળે ટંકારા પોલીસે રેઇડ કરતા વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂ ગોવા સ્પિરિટ વહીસ્કી ૭૫૦મીલી.ની ૨૫ બોટલ તથા લંડન પ્રાઇડ વ્હિસ્કી ૧૮૦મીલી.ની ૧૫ બોટલ એમ કુલ નાની-મોટી ૪૦ નંગ બોટલ કિ.રૂ. ૯,૦૦૦/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો, આ સાથે આરોપી દિવલ ઉર્ફે દીવાન વરસીંગ મૈડા રહે. હાલ સજનપર વાડીની ઓરડીમાં મૂળરહે.ખાલટા કાચલા ફળીયું તા.ગરબડી જી.દાહોદવાળો રેઇડ દરમિયાન હાજર નહીં મળી આવતા તેને ફરાર જાહેર કર્યો છે.