Monday, May 20, 2024
HomeGujaratમોરબીના ઘુટુ ગામે કારના ચોરખાનામાંથી 44 બોટલ દારૂ ઝડપાયો

મોરબીના ઘુટુ ગામે કારના ચોરખાનામાંથી 44 બોટલ દારૂ ઝડપાયો

મોરબી એલસીબી સ્ટાફે ઘુંટુ ગામના બસ સ્ટેશન પાસેથી સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂની 44 બોટલોના જથ્થા સાથે બે આરોપીની દબોચી લીધા હતા પોલીસે કાર સહિત 2.26 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ તરફથી મારૂતિ સુજુકી કંપનીની સ્વીફ્ટ કાર નં . GJ – 12 – DA – 4153 માં વિદેશી દારૂનો જથ્થો ભરી આરોપીઓ મોરબી તરફ આવતા હોવાની મોરબી એલસીબી સ્ટાફને બાતમી મળતા પોલીસ સ્ટાફ તાત્કાલિક મોરબીના ઘુટુ ગામેં દોડી ગયો હતો જ્યાં બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં કાર આવતા તેને રોકી તલાસી લીધી હતી જેમાં પાછળની શીટ નીચે બનાવેલ ચોરખાનામાં અંગ્રેજી દારૂની બોટલો નંગ -૪૪ કી.રૂ .૨૬,૬૦૦ નો જથ્થો ઝડપાયો હતો. જેથી પોલીસે કાર ચાલક રવિરાજસિંહ દાદુભા જાડેજા તથા અન્ય એક ઈસમ ચનુભા લક્ષ્મણસિંહ વાધેલાને રૂ .૨,૨૬,૬૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!