પાર્ક કરેલ ટ્રક ને બાતમીને આધારે તપાસ કરતા દારૂ નો જથ્થો ઝડપાયો છે. પોલીસે આ ટ્રક ને અહી લઈ આવનાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.
મોરબી એલસીબીએ ચોક્કસ બાકીના આધારે હળવદ મોરબી માળિયા ચોકડી પાસે વોચમાં ઉભી હતી ત્યારે મોરબી માળિયા ચોકડી પાસે આવેલ સાંદિપની પેટ્રોલ પંપ ની સામે રોડ પરથી બંધ બોડીની મિનિટ ટ્રક કન્ટેનર માંથી ઇંગ્લીશ દારૂની ૩૭૧ પેટીઓ કુલ. ૪૪૫૨ ઈંગ્લીશ દારૂની બોટલ,કુલ ૧૯.૧૬.૧૬૦ નો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.
મળતી માહિતી મુજબ હળવદ માળીયા ચોકડી પાસે આવેલ સાંદિપની પેટ્રોલ પંપ ની સામે મીની ટ્રક કન્ટેનર ટ્રક નંબર જીજે ૬ XX ૯૯૨૦ બંધ બોડી નું કન્ટેનર ઊભું છે જે કન્ટેનરમાં ચેક કરતા ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટ નો ઇંગલિશ દારૂ જથ્થો ભરેલ તેવી ચોક્કસ હકીકતના આધારે રેડ કરતા ટ્રકમાંથી જુદી જુદી ઇંગલિશ દારૂની બ્રાન્ડ ની બોટલો મળી આવી હતી.ઓલ સીઝન ગોલ્ડ કલેક્શન રિઝર્વ વ્હીસ્કી, મેકડોવલસ, મેજિક મોમેન્ટ ગ્રીન એપલ ફ્લેવર વોડકા, રોયલ ચેલેન્જ, કી.રુ ૧૯.૧૬.૧૬૦ અને મિનિટ ટાટા ટ્રક કઈ.રૂ.૫.૦૦.૦૦૦ તથા અન્ય કુલ મુદ્દા માલ કઈ.રૂ ૨૪.૧૬.૧૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમલ ક્યાંથી આવતો હતો કોનો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો અને આ બાબતની વધુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. સમગ્ર મિશન પાળ પાડવા મોરબી એલસીબીના પી આઈ ડી.એમ ઢોલ ,તથા પીએસઆઇ કે જે ચૌહાણ, એલસીબી સ્ટાફ પરોલ ફલો સ્કવોડ તથા ટેકનિશિયન ની ટીમ મોરબી કામગીરીમાં જોડાયેલા હતા.